સ્મિથે વિરાટ વિશે કહ્યું કંઈક એવું કે બધા થઈ ગયા શોક

News18 Gujarati
Updated: February 24, 2018, 12:34 AM IST
સ્મિથે વિરાટ વિશે કહ્યું કંઈક એવું કે બધા થઈ ગયા શોક

  • Share this:
વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં પોતાના પ્રદર્શનથી તમામને હેરાન કર્યા છે. કેટલાક પૂર્વ અને વર્તમાન ક્રિકેટર તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણી રહ્યાં છે. આ મામલે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન પણ તેને ટક્કર આપી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું કે વિરાટ કોહલીથી પ્રેરિત થઇ તેના જેવી બેટિંગ કરવાનો પ્રયાસ કરે છે. cricket.com.au.સાથે વાતચીત કરતા સ્મિથે કહ્યું, ‘હું વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને જોઇ ક્યારેક તેમના જેવી બેટિંગ કરવાનો પ્રયાસ કરતો રહુ છું’

ઓસ્ટ્રેલિયન કેપ્ટને પણ કરી વિરાટની પ્રશંસા

વિરાટ કોહલી અને સ્મિથના ‘ઓન ફિલ્ડ રિલેશન’ સારા ગણવામાં આવતા નથી. મેદાન પર આ બન્ને ખેલાડી ઝઘડી પણ પડ્યા છે. તેમ છતા સ્ટીવ સ્મિથ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ પર માત્ર નજર જ નથી રાખતો પરંતુ સ્પિનનો સામનો કરવા મામલે તેનાથી શીખવાનો પ્રયાસ પણ કરે છે. સ્મિથે કહ્યું કે વિરાટ કોહલી જે રીતે સ્પિનને અને ફાસ્ટ બહોલને ઓફ સાઇડમાં રમે છે, તેનાથી હું શીખવાનો પ્રયાસ કરૂ છુ. તમને જ્યારે પણ શીખવાની તક મળે તમારે શીખતા રહેવુ જોઇએ.’

સ્મિથે વર્ષ 2017માં ભારત પ્રવાસમાં ચાર ટેસ્ટમાં 71.28ની એવરેજથી 499 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદી સામેલ હતી. સ્મિથ અનુસાર વિરાટ કોહલી જ નહી દક્ષિણ આફ્રિકાના એબીડી વિલિયર્સ અને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનની બેટિંગથી પણ તેને કેટલુક શીખ્યુ છે. સ્મિથે કહ્યું એબીડી વિલિયર્સની બેટિંગને પણ કોપી કરી છે કે કઇ રીતે તે રિવર્સ બોલને પણ રમે છે. મે વિલિયમસન જેવી બેટિંગનો પણ પ્રયાસ કરો છે. બોલ રમતા સમયે તેની પાસે ઘણો સમય હોય છે. તે અંતિમ ક્ષણ સુધી બોલ પર નજર રાખીને શોટ ફટકારે છે.
First published: February 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading