Home /News /gujarat /

ધોરણ-12 ના જે વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હશે તે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

ધોરણ-12 ના જે વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હશે તે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેશે, પરિણામ જાહેર થયાના 15 દિવસમાં માર્કશીટ જમા કરાવવી પડશે

પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેશે, પરિણામ જાહેર થયાના 15 દિવસમાં માર્કશીટ જમા કરાવવી પડશે

    ગાંધીનગર : ગુજરાતમાં ધોરણ-12ના તમામ પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને ગુજરાત શિક્ષણ બોર્ડે બીજી તક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકે છે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવ્યું કે, ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

    આ પણ વાંચો - ભરતસિંહ સોલંકી ફરીથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બને તો અલ્પેશ ઠાકોરની કોંગેસમાં વાપસી નિશ્ચિત



    આવી રીતે છે ગુજરાત બોર્ડની ધો.12ની ફોર્મ્યૂલા

    1- ધો.10ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધો.12ના જૂથ મુજબના વિષયના ગુણાંકન (71 ટકા) જેનું 50 ટકા ગુણભાવ
    2- ધોરણ 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલા ધોરણ-11ની પ્રથમ સામાયિક કસોટીના અને દ્વિતિય સામાયિક કસોટીમાંથી મળેલા કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ગુણાંકન જેનુ 25 ટકા ગુણભાવ
    3- શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલા ધોરણ-12ની પ્રથમ સામાયિક કસોટી અને વર્ષ દરમિયાન યોજાયેલા વિષયવાર એકમ કસોટી એમ કુલ 125 ગુણાંથી મળેલા ગુણના આધારે ગુણાંકન જેનું ગુણ ભાર 25 આમ કુલ 100 ગુણ પ્રમાણે પરિણામ નક્કી થશે.

    ગ્રેડિંગ પદ્ધતિ

    91થી 100ને A1 ગ્રેડ, 81થી 90ને A2, 71થી 80ને B1, 61થી 70 વચ્ચે B2, 51થી 60 C1, 41થી 50 C2, 33થી 40 D ગ્રેડનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Exam latest news, Result news, Std 12 exam latest news, Std 12 exam result news, ગુજરાત શિક્ષણ બોર્ડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन