Home /News /gujarat /રાજ્યમાં 15મી જુલાઈથી ધો-12ની સ્કૂલો, કોલેજો 50% કેપિસિટી સાથે શરૂ કરી શકાશે

રાજ્યમાં 15મી જુલાઈથી ધો-12ની સ્કૂલો, કોલેજો 50% કેપિસિટી સાથે શરૂ કરી શકાશે

પ્રતિકાત્મક તસવીર

વાલીઓની સંમતિ મેળવવી જરૂરી, વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે

    ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15મી જુલાઇ 2021ને ગુરુવારથી ધોરણ-12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

    રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. . ત્યાર બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

    હવે રાજ્યના 8 મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે

    રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરએ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યૂનો અમલ કરાશે. આ રાત્રી કર્ફ્યૂ 10 જુલાઇના રાત્રે 10 કલાકથી 20 જુલાઇના સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે. ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ/ટ્યૂશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.

    આ પણ વાંચો - ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ! બેફામ બની ચૂકેલા નેતાઓને કોણ સમજાવશે?
    " isDesktop="true" id="1112837" >

    કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, Coronavirus latest news, કોલેજ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन