સરકારને યાદ આવી ગયું! તળાવમાં મગર વધુ હોવાથી વડાપ્રધાન સી-પ્લેનથી નહીં આવે

આ નવા રાજકીય નાટક અંતર્ગત સરકાર 'સરદાર' અને તેના નામ-કામને વટાવી ખાવાનું કામ કરશે !

આ નવા રાજકીય નાટક અંતર્ગત સરકાર 'સરદાર' અને તેના નામ-કામને વટાવી ખાવાનું કામ કરશે !

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :

  'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ના લોકાર્પણની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. સરદારની સૌથી ઊંચી પ્રતિમા બની તેનો સૌને અનેરો આનંદ છે. કિન્તુ આ પ્રતિમાનો રાજકીય દૃષ્ટિકોણથી ઉપયોગ થઇ રહ્યો છે તે દુઃખ ઉપજાવનારી બાબત છે.

  આ પ્રતિમાના લોકાર્પણ માટે, વડાપ્રધાન અગાઉ જે રીતે વિધાનસભા-2017ની ચૂંટણી વખતે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સી-પ્લેનમાં આવ્યા હતા તેવી રીતે અહીં પણ સી-પ્લેનથી આવશે તેવી અટકળો હતી. પરંતુ હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એવું સ્પષ્ટ ત્યાં જ તળાવ છે તેમાં મગરની સંખ્યા વધારે હોવાથી વડાપ્રધાનના સી-પ્લેનનો વિકલ્પ રદ કરવામાં આવ્યો છે.

  હવે પ્રધાનમંત્રી હવાઈમાર્ગે અહીં પહોંચશે. ચાલો, મગર બચી ગયા ! પરંતુ આ અંગે સરકારને કે નાયબ મુખ્યમંત્રીને પહેલા ખબર નહિ હોય ?

  ખેર, 31 ઓક્ટોબરને ઐતિહાસિક દિવસ બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતે દેશના વિવિધ રાજયના સીએમ અને રાજયપાલ નવેમ્બર અને ડિસેમ્બર માસમાં અહીંની મુલાકાતે આવશે.

  આ ઉપરાંત, 'એકતા યાત્રા' નું આયોજન તો થઇ જ ગયું છે. રાજ્યભરમાં આ યાત્રાઓ બે તબક્કામાં નીકળશે. પહેલો તબક્કો 19 ઓક્ટોબર-29 ઓક્ટોબર, 2018 દરમિયાનનો રહેશે જયારે બીજો તબક્કો 15 નવેમ્બરથી 24 નવેમ્બર, 2018 સુધીનો રહેશે. આ 'એકતા યાત્રા' નો 'એકતા રથ' લગભગ રાજ્યના 10,000 ગામડાઓમાં ફરશે.

  પ્રત્યેક જિલ્લામાંથી 20 ઓક્ટોબરથી નીકળનારી આ યાત્રા મુદ્દે 'લોકસભા-2019'ના જનસંપર્ક અભિયાનના ભાગરૂપે છે તે વાતને નકારી શકાય નહિ. લગભગ 60 જેટલા 'એકતા રથ' ની વિવિધ સ્થળેથી આગેવાની ખુદ મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી અને વરિષ્ટ પ્રધાનો લેશે.

  આ નવા રાજકીય નાટક અંતર્ગત સરકાર 'સરદાર' અને તેના નામ-કામને વટાવી ખાવાનું કામ કરશે ! 'એકતા' ના સોગંધ લેવડાવાશે, સરદાર સાહેબના સંદેશાઓ અપાશે, સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને બીજું ઘણું બધું સાઈડ-બાઈ-સાઈડ થયા કરશે।
  Published by:sanjay kachot
  First published: