સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દુનિયાના 100 મહાન સ્થળોમાં સામેલ, PM મોદીએ ખુશી વ્યક્ત કરી

વડાપ્રધાન મોદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે (ફાઇલ તસવીર)

પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે, શાનદાર, TIME મૅગઝીને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને 100 મહાન સ્થળોની યાદીમાં સામેલ કર્યુ છે

  • Share this:
    જાણીતા અમેરિકન મૅગઝીન 'ટાઇમ' (TIME)એ વિશ્વના 100 મહાન સ્થળોને લઈને જાહેર કરેલી યાદીમાં ગુજરાતના સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો પણ સમાવેશ કર્યો છે. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ બુધવારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર એક સ્ટોરી લિંક શેર કરી.

    વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યુ કે, શાનદાર, સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને TIMEએ 100 મહાન સ્થળોની યાદીમાં સામેલ કર્યુ છે. થોડાક દિવસ પહેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ એક દિવસમાં 34,000 લોકોના આવવાનો રેકોર્ડ બનાવ્યો. ખુશી છે કે આ સ્થળ લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે પણ ઊભરી રહ્યું છે.

    આ પણ વાંચો, સબ-ઇન્સ્પેક્ટરે મંગેતર પાસેથી લીધી 'લાંચ', પ્રી-વેડિંગનો વીડિયો જોઈ IG ભડક્યા

    નોંધનીય છે કે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે, જે આઝાદ ભારતના ઘડવૈયા અને પહેલા ગૃહમંત્રી સાથોસાથ ઉપવડાપ્રધાનમંત્રી રહેલા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ છે. 182 મીટર ઊંચી આ વિશાળ પ્રતિમાનું અનાવરણ ગયા વર્ષે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. 182 મીટરની ઊંચાઈનો સંબંધ પાછળ ગુજરાત વિધાનસભામાં સીટોની સંખ્યા સાથે છે. આ પ્રતિમાને 2,989 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાને 4,076 મજૂરોએ મળીને બનાવી છે. તેમાં 200 ચીનના શ્રમિક પણ સામેલ હતા.

    TIMEની યાદીમાં આ સ્થળો પણ સામેલ

    ટાઇમે પોતાની યાદીમાં એવા 100 નવા અને નોંધપાત્ર સ્થળોને સામેલ કર્યા છે, જેનો વહેલી તકે અનુભવ કરવો જોઈએ. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ઉપરાંત મુંબઈના ફેશનેબલ સોહો હાઉસને પણ યાદીમાં સ્થાન મળ્યું છે. તે 11 માળની બિ‍લ્ડિંગ છે, જ્યાંથી અરબ સાગર જોવા મળે છે. તેમાં એક લાઇબ્રેરી, 34 સીટોવાળો એક સિનેમા હોલ અને ખુલ્લી છતમાં બનેલા એક બાર અને પુલ છે.

    આ ઉપરાંત ટાઇમની યાદીમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, ઈજિપ્તની લાલ સાગર પર્વતમાળા, વોશિંગટનનું મ્યૂઝિયમ, ન્યૂયોર્ક સિટીનો ધ શેડ, ભૂટાનની સિક્સ સેન્સિસ હોટલ પણ સામેલ છે.

    આ પણ વાંચો, ગાય સામે કૃષ્ણની જેમ વાંસણી વગાડવાથી તે વધુ દૂધ આપે છે - ભાજપ ધારાસભ્ય
    Published by:Mrunal Bhojak
    First published: