સ્ટેચ્યૂ ઓફ યુનિટી જમીન સંપાદન મામલે 6 ગામના લોકો માટે 6 ગોકુળ ગામ બનાવવા સરકારની તૈયારી


Updated: January 29, 2020, 9:47 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જમીન સંપાદન મામલે 6 ગામના લોકો માટે 6 ગોકુળ ગામ બનાવવા સરકારની તૈયારી
ગુજરાત હાઇકોર્ટ

વિવાદનું સુખદ સમાધાનકારી વલણથી નિરાકરણ આવે તેવી હાઈકોર્ટે ટકોર કરી

  • Share this:
અમદાવાદ : સ્ટેચ્યૂ ઓફ યુનિટી જમીન સંપાદન મામલે 6 ગામના લોકો માટે 6 ગોકુળ ગામ બનાવવા સરકારે તૈયારી બતાવી છે. સરકારે કોર્ટને જણાવ્યું હતું કે 6 ગામના લોકો માટે માત્ર એક ગોકુળ ગામ નહીં 6 ગોકુળ ગામ બનાવવા પણ સરકારની તૈયારી છે. અરજદારો જો વાટાઘાટ માટે તૈયાર હોય તો કોર્ટ સમિતિની રચના કરવા પણ નિર્દેશો આપી શકે અને વિવાદનું સુખદ સમાધાનકારી વલણથી નિરાકરણ આવે તેવી હાઈકોર્ટે ટકોર કરી હતી.

અગાઉની સુનાવણીમા ખેડૂતો દ્વારા સરકારે કરેલ વળતરના પ્રસ્તાવ સામે જવાબ રજૂ કરવામાં આવ્યો. જેમાં ખેતીની જમીન સામે તેમના જ ગામમાં ખેતી માટે જમીન અને રહેવા માટે ઘર અને સ્વરોજગારી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે. સરકારે રહેવા માટે 100 સ્કવેર મીટર જગ્યા આપવા તૈયાર બતાવી હતી પરંતુ ગામના લોકોએ 500 સ્કવરે મીટર જગ્યાની માંગણી કરી હતી. સરકારે ખેડૂતો દ્વારા કરાયેલ માંગણી માન્ય રાખી ના હતી. નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના 4 ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા, અને કોઠી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પાસે આવેલા છ. ગ્રામજનોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટુરિઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી. જેમાં યોગ્ય વળતર ચૂકવાયા નથી. જે બાબતને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો - AMC સામાન્ય સભામાં કોંગ્રેસી નેતાઓની દિલ્હી શાહીનબાગ મુલાકાતે હોબાળો સર્જ્યો

આ કેસમાં સરકારે કોર્ટમાં તેમને રહેવા અને ખેતી માટે જમીન સહિતની સુવિધા આપવા તૈયારી બતાવી હતી. સરકારે સમગ્ર વિવાદમાં હાઈકોર્ટમાં જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે અમે ગ્રામજનોને બે વિકલ્પો આપ્યા છે એક તો તેમની જેટલી જમીન સંપાદિત થઈ છે તેટલી જ જમીન સરકાર આપે અથવા તો સંપાદિત જમીન ના રૂપિયા 7.5 લાખ પ્રતિ હેક્ટર લેખે વળતર આપવુ તથા ગ્રામજનોના પુખ્ત પુત્રને અથવા પુત્ર ન હોય તો અપરણિત પુખ્ત પુત્રીને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પાંચ લાખ રૂપિયા આપવા. સરકારી પોલીસી પ્રમાણે રહેઠાણ બનાવવા માટે આર્થિક સહાય કરવી. ટ્રાન્સપોર્ટેશન માટે પૈસા આપવા તથા સંપાદિત જમીન ઉપર જો તેઓ નું ઘર હોય તો તેનું પણ વળતર ચૂકવવું. આ ઉપરાંત તેઓને રહેઠાણ માટે 100 સ્કવેર મીટરના પ્લોટમાં 25 સ્કવેર મીટર બાંધકામ કરી આપવું તથા આ રહેઠાણોને પાકા રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા પૂરી પાડી અને સાથે સાથે પ્રાઇમરી સ્કૂલ અને આંગણવાડીની તથા હેલ્થ કેરની પણ સુવિધા પુરા પાડવામાં આવશે.

ખેડૂતો દ્વારા સરકારની ઓફર સામે પોતાનો જવાબ કોર્ટમાં રજુ કરવા સમય માંગવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકના 4 ગામોના લોકો દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી અને ગુજરત હાઇકોર્ટે ગ્રામજનોના હિતમાં વચગાળાની રાહત આપી છે. નર્મદા જિલ્લાના કેવડીયા તાલુકાના 4 ગામ જેમાં નવ ગામ, વાગડીયા, ગોરા, અને કોઠી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાસે આવેલા છે જે ગ્રામજનોએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ટુરીઝમ પ્રોજેક્ટ માટે આ જમીન સંપાદન કરાઈ હતી. જેમાં યોગ્ય વળતર ન ચૂકવાયા નથી જે બાબત ને ધ્યાને લેતા કોર્ટે સરકારને આ જમીન પર હાલ કોઈ બાંધકામ અને કાર્યવાહી ન કરવા વચગાળાનો આદેશ કર્યો હતો. સરકારે આ મામલે જવાબ રજુ કરતા વળતરની તૈયારી બતાવતા આજે ખેડૂતોએ સરકારના પ્રસ્તાવ સામે પોતાનો જવાબ કોર્ટમાં રજુ કર્યો હતો. વધુ સુનાવણી 31મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
First published: January 29, 2020, 9:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading