'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ગેરકાયદે છે; આરોપ છે આ પૂર્વ મુખ્યમંત્રીનો !

News18 Gujarati
Updated: October 20, 2018, 3:59 PM IST
'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ગેરકાયદે છે; આરોપ છે આ પૂર્વ મુખ્યમંત્રીનો !
"સત્તાધીશ દ્વારા ઇતિહાસના રચયિતા થવાની ઘેલછા' વિષય અંતર્ગત સુરેશ મહેતાએ જે મુદ્દાઓ રજુ કર્યા છે તે મુજબ આ સમગ્ર પ્રોજેક્ટ ગેરકાયદે છે

"સત્તાધીશ દ્વારા ઇતિહાસના રચયિતા થવાની ઘેલછા' વિષય અંતર્ગત સુરેશ મહેતાએ જે મુદ્દાઓ રજુ કર્યા છે તે મુજબ આ સમગ્ર પ્રોજેક્ટ ગેરકાયદે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

સરદાર પટેલ અને તેમના કર્યો પ્રત્યે મને અઢળક લાગણી છે; કિન્તુ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ની પ્રતિમા સહિતનો આ સમગ્ર પ્રોજેક્ટ ગેરકાયદે છે, તેવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા સુરેશ મહેતાએ. ઉલ્લેખનીય છે કે, 'રાષ્ટ્રમંચ ગુજરાત'ના સંયોજક રહેલા સુરેશ મહેતાએ આદિવાસીઓ અને સ્થાનિકોની વ્યથાકથાને રજુ કરવા અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના પ્રોજેક્ટની બીજી બાજુ ઉજાગર કરવા માટે 19 ઓક્ટોબર, 2018ના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

આ મામલે સુરેશ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર પણ પાઠવ્યો છે.

'સ્ટેચ્યુ ઓફ યુનિટી : સિક્કાની બીજી બાજુ' અંતર્ગત "સત્તાધીશ દ્વારા ઇતિહાસના રચયિતા થવાની ઘેલછા' વિષય અંતર્ગત સુરેશ મહેતાએ જે મુદ્દાઓ રજુ કર્યા છે તે મુજબ 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ 7-10-2010ના રોજ આદિવાસી અને સ્થાનિક હજારો લોકોના ભાવિ અને સંસ્કૃતિનું નિકંદન કાઢી તેમના આ તરંગી પ્રોજેક્ટને આત્મસાત કરવા 'સરદાર વલ્લભભાઈ પટેલ એકતા ટ્રસ્ટ (SVPET) મુખ્યમંત્રીના અધ્યક્ષ પદે રચ્યું અને રાજ્યના લાખો ખેડૂતો પાસેથી 18,500 ટન લોખંડનો ભંગાર ઉઘરાવવા ઉચ્ચકક્ષાના અધિકારીઓને કામે લગાડી 36 સેન્ટરો ખોલ્યા હતા.

રાષ્ટ્રીય એકતાનું ઓઠું આગળ ધરી આ પ્રોજેક્ટમાં જતા ગામોની જમીન તદ્દન ગેરકાયદે રીતે હડપ કરી લેવામાં આવી અને 2013ના કાયદાની જોગવાઈઓ અને હેતુઓને ઠોકર મારવામાં આવી. અહીંના આદિવાસીઓને તગેડી તેમની સાથે મારપીટ કરી, જેલમાં પુરી તેમની સાથે સરકારે જોહુકમી કરી જમીનો પડાવી લીધી છે

મહેતાએ દાવો કર્યો છે કે, આખા પ્રોજેકટમાં આદિવાસીના પેસા કાયદાનો ભંગ,જમીન સંપાદન, નાણાંકીય ફંડમાં ગેરરીતિ , ઓઇલ કંપનીઓ પાસેથી રૂ. ત્રણ હજાર કરોડ, એન્વાર્યમેન્ટ, ફીઝીબિલીટી સ્ટડી રીપોર્ટ સહિતની બાબતોનું આચરણ કર્યુ ન હોવાથી આ પ્રોજેક્ટ ગેરકાયદે છે. નર્મદા વિસ્તારના 44 ગામના આદિવાસીઓને તેમને હક મળ્યો નથી.આ મામલે 'ગરુડેશ્વર તાલુકા આદિવાસી સમાજ બચાવ સમિતિ' દ્વારા 31 ઓક્ટોબર, 2018 ના રોજ નર્મદા જિલ્લા બંધનું એલાન આપીને- બે મોટા ડેમમાંથી સિંચાઇનું પાણી આપવાની, છ ગામના પ્રશ્નો હલ કરવા, વિસ્થાપિતોને પૂરતો ન્યાય આપવા, નિગમના નામે જમીન બોલે છે તે હેતુફેર કરી કોઈને ના આપતા જે-તે ખાતેદારને નામે કરવા, બાકી રહેલા જંગલ-જમીનના હક-દાવા મંજુર કરવા, સરકારી પ્રવાસન નીતિ બંધ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. આ સાથે અંબાજીથી ઉમરગામ બંધ, બહિષ્કાર અને દરેક ઘરમાં ચુલા ઠંડા કરીને માતમ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

 
First published: October 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading