સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો આઠમી અજાયબીના લિસ્ટમાં સમાવેશ

News18 Gujarati
Updated: January 13, 2020, 7:52 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો આઠમી અજાયબીના લિસ્ટમાં સમાવેશ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આઠમી અજાયબીના લિસ્ટમાં સામેલ

વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને આ જાણકારી આપી

  • Share this:
નવી દિલ્હી : શંઘાઇ કોર્પોરેશન ઓર્ગનાઇઝેશને (SCO) ગુજરાતમાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પોતાની આઠમી અજાયબી (Eight wonders of SCO)ના લિસ્ટમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે સદસ્ય દેશો વચ્ચે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે SCOના પ્રયત્નોની પ્રશંસા કરીએ છીએ. SCOના આઠ અજાયબીના લિસ્ટમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામેલ છે. આ નિશ્ચિત રુપથી એક પ્રેરણાના રુપમાં કામ કરશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો SCOના આઠ અજાયબીના લિસ્ટમાં સામેલ થવાનો મતલબ એ પણ છે કે હવે SCO પોતે સદસ્ય દેશોમાં દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે પ્રતિમાના અનાવરણ પછી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રોજ જોનાર આવનાર પર્યટકોની સંખ્યા અમેરિકાના પ્રખ્યાત સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા વધારે થઈ ગઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા દરરોજ એવરેજ 15000થી વધારે પ્રવાસી આવે છે. જ્યારે અમેરિકાની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને જોવા દરરોજ એવરેજ 10000 પ્રવાસી આવે છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા છે. આ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. આ ગુજરાતમાં કેવડિયા કોલોનીમાં નર્મદા નદી પર સરદોર સરોવર ડેમની નજીક છે.
First published: January 13, 2020
વધુ વાંચો
अगली ख़बर