કેતન પટેલ, સુરત : આજે દક્ષિણ ગુજરાતના ઉમરપાડાના વાડી ગામ ખાતે હાટબજારનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ત અતિથી તરીકે કેબિનેટ મંત્રી ગણપત વસાવા ઉપસ્થિત રહ્યાં હતા. વાડી ગામે બે મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિરના નિર્માણ માટે સરકારે ગ્રાન્ટ આપી હોવાનો અહેવાલ છે. આ ગ્રાન્ટનો કેટલાક લોકોએ વિરોધ કર્યો છે. સરકાર તરફથી મંદિર માટે મળેલી સહાયનો વિરોધ કરનારા લોકો વિશે મંચ પરથી બોલતા ગણપત વસાવાએ કહ્યું હતું કે સતયુગમાં જ્યારે દેવતાઓ હવન કરતા ત્યારે રાક્ષસો હાડકાં નાખવા આવતા
વસાવાએ કહ્યું, “ આપણા મંદિરો સો ટકા બનશે. મહારાજ બહુ ચિંતા ન કરવી સતયુગમાં જ્યારે દેવતાઓ હવન કરતા ત્યારે રાક્ષસો હાડકાં નાખવા આવતા પરંતુ અંતે તો સત્યનો વિજય થાય છે. આપણા મંદિરો સો ટકા પૂર્ણ થશે. ” વસાવાએ નિવેદન આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વનમંત્રી ગણપત વસાવાએ અનેક વાર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. લોકસભાની ચૂંટણી વખતે તેમણે આપેલા નિવેદનનો દેશભરમાં પડઘો પડ્યો હતો. રાહુલ ગાંધીને કેટલાક લોકોએ શિવજીનો અવતાર ગણાવ્યા હતા ત્યારે ગણપત વસાવાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધી શિવજીનો અવતાર હોય તો 500 ગ્રામ ઝેર ખાઈને બતાવે અમે પણ જોઈશું કે શિવજીને જેમ ઝેર પચાવી શકે છે કે નહીં. આમ અનેકવાર ગણપત વસાવાના નિવેદનોના કારણે વિવાદો સર્જાયા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર