Home /News /gujarat /રાજ્યના હજારો વર્ક-ચાર્જ કર્મચારીઓનો મામલો, હાઈકોર્ટમાં રજૂઆત

રાજ્યના હજારો વર્ક-ચાર્જ કર્મચારીઓનો મામલો, હાઈકોર્ટમાં રજૂઆત

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતાં હજારો વર્ક-ચાર્જ કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત છે કે, રાજ્ય સરકારે વર્ષ 1973ના જીઆરને રદ કર્યો છે અને તેને પાછલી અસરથી અમલી બનાવ્યો છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતાં હજારો વર્ક-ચાર્જ કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત છે કે, રાજ્ય સરકારે વર્ષ 1973ના જીઆરને રદ કર્યો છે અને તેને પાછલી અસરથી અમલી બનાવ્યો છે.

  • ETV
  • Last Updated :
    અમદાવાદ # રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતાં હજારો વર્ક-ચાર્જ કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. જે મામલે આજે વધુ સુનાવણી હાથ ધરાશે.

    હાઈકોર્ટમાં અરજદાર તરફે વકીલની રજૂઆત છે કે, રાજ્ય સરકારે વર્ષ 1973ના જીઆરને રદ કર્યો છે અને તેને પાછલી અસરથી અમલી બનાવ્યો છે. રાજ્ય સરકારનો આ નિર્ણય અયોગ્ય છે. રાજ્ય સરકારના મનસ્વી વલણના લીધે રાજ્યના પાંચ હજારથી વધુ વર્ક-ચાર્જ કર્મચારીઓ તેમના હકથી વંચિત બન્યા છે. રાજ્ય સરકારે અમુક વર્ક-ચાર્જ કર્મચારીઓને 15 વર્ષે અથવા તો 20 વર્ષે કાયમી કર્યા છે અને ઉચ્ચત્તર પગાર ધોરણ આપ્યુ છે. રાજ્ય સરકારની આ નીતિ ભેદભાવપૂર્ણ છે જે કાયદાનો ભંગ કરે છે.

    વર્ષ 1973ના જીઆર મુજબ, વર્ક-ચાર્જ કર્મચારી પાંચ વર્ષની નોકરી પૂરી કરે એટલે તેને કાયમી કરવાના હોય છે અને તેમને નવ-અઢાર-સત્યાવીસના ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળવા પાત્ર છે. આ જીઆરને વર્ષ 2010માં હાઈકોર્ટના સિંગલ જજે અને વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે. જો કે, રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આ જીઆરનો અમલ કરવાના બદલે અરજી કરનાર માત્ર 54 કર્મચારીઓને જ લાભ આપ્યો છે. જેની સામે હાઈકોર્ટમાં અનેક અરજીઓ પણ થઈ છે. ત્યારબાદ વર્ષ 2014માં રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને વર્ષ 1973ના જીઆરને પાછલી અસરથી રદ કર્યો છે. કોઈપણ જીઆર, ઠરાવ અથવા પરિપત્ર હંમેશા આગલી અસરથી લાગુ પડી શકે, તે ક્યારેય પાછલી અસરથી લાગુ પડી શકે નહીં.

    બીજી તરફ, રાજ્ય સરકારની રજૂઆત છે કે, સરકાર આ વાતનો અમલ કરી શકે તેમ નથી. રાજ્ય સરકાર જો અમલ કરે તો તેના પર રૂ. 400 કરોડનો આર્થિક બોજો વધી જશે. આ કેસની વધુ સુનાવણી આજે હાથ ધરાશે
    First published:

    Tags: અરજદાર, કર્મચારી, રાજ્ય સરકાર, વકીલ, હાઈકોર્ટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો