ચોમાસુ : રાજ્યમાં સરેરાશ 88.38 % વરસાદ, સૌથી વધુ કચ્છમાં 102 % પડ્યો

News18 Gujarati
Updated: August 18, 2019, 1:56 PM IST
ચોમાસુ : રાજ્યમાં સરેરાશ 88.38 % વરસાદ, સૌથી વધુ કચ્છમાં 102 % પડ્યો
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ અરબી સમુદ્ર તરફથી આવતા પવનના કારણે ભેજનુ પ્રમાણ યથાવત રહેવાના કારણે સામાન્ય વરસાદ થઈ શકે છે

આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ અરબી સમુદ્ર તરફથી આવતા પવનના કારણે ભેજનુ પ્રમાણ યથાવત રહેવાના કારણે સામાન્ય વરસાદ થઈ શકે છે

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ યથાવત છે. એક પછી એક સિસ્ટમ ગુજરાત પર આવી જેના કારણે ઑગસ્ટ મહિનામાં સારો વરસાદ થયો અને છેલ્લે એક સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો. જુલાઈ મહિનામાં વરસાદ ખેચાવવાના કારણે વરસાદની ઘટ વધી હતી પરંતુ ઑગસ્ટ મહિનામાં સારી અને મજબૂત સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ થયો અને ગુજરાતના મોટા ભાગના જળાછયો છલકી ગયા.

હવે વરસાદી સિસ્ટમ નબળી પડી જશે, જેના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નથી પરંતુ અરબી સમુદ્ર તરફથી આવતા પવનના કારણે ભેજનુ પ્રમાણ યથાવત રહેવાના કારણે સામાન્ય વરસાદ થઈ શકે છે. સારી અને મજબુત સિસ્ટમ બનવા માટે રાહ જોવી પડશે. રાજ્યમાં સૌથી વધુ કચ્છ પંથકમાં 102 ટકા વરસાદ થયો છે જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ થયો છે.

આ પણ વાંચો :  સરદાર સરોવરના 11 દરવાજા ખોલાતાં 8 ગામોનો સંપર્ક તૂટ્યો, ગોરા બ્રિજ પાણીમાં ગરકાવ

જોકે, ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 88.38 ટકા વરસાદ નોંધાયો છે તેમ છતાં પણ અમુક તાલુકામાં હજુ પણ વરસાદની ઘટ છે. મહેસાણા જિલ્લાના વડનગરમાં અત્યાર સુધી માત્ર 36 ટકા વરસાદ જ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના જેસરમાં 29 ટકા અને અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકમાં 31 ટકા, વિરમગામ તાલુકામાં 34 ટકા વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 104 ટકા વરસાદ,સૌરાષ્ટ્રમા અત્યાર સુધી સરેરાશ 77.28 ટકા વરસાદ,પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી 83 ટકા વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 67 ટકા વરસાદ અને કચ્છમાં અત્યાર સુધીનો 102 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે થોડા દિવસ સારા વરસાદની રાહ જોવી પડશે. કારણ કે સારો વરસાદ આવે તેવી સિસ્ટમ સક્રિય થઈ નથી.
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर