આરોગ્ય કમિશ્નર જે.પી.ગુપ્તાએ ગોધરા સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

પંચમહાલ# રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી અને આરોગ્ય કમિશ્નર જે.પી.ગુપ્તાએ આજે પંચમહાલ જિલ્લાની મુલાકાત લીધી હતી.

પંચમહાલ# રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી અને આરોગ્ય કમિશ્નર જે.પી.ગુપ્તાએ આજે પંચમહાલ જિલ્લાની મુલાકાત લીધી હતી.

  • News18
  • Last Updated :
  • Share this:
પંચમહાલ# રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી અને આરોગ્ય કમિશ્નર જે.પી.ગુપ્તાએ આજે પંચમહાલ જિલ્લાની મુલાકાત લીધી હતી.

J P Gupta State Health Commissioner

ગોધરા ખાતે આવેલી જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતુ અને ત્યાં દર્દીઓને ઉપલબ્ધ બનાવવામાં આવતી આરોગ્ય વિષયક સેવાઓ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ ગોધરા સર્કીટ હાઉસ ખાતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સહીતના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં આરોગ્ય સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લાની મુલાકાતે આવેલા આરોગ્ય કમિશનરને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી નિષ્ણાંત તબીબો સહિત મેડીકલ ઓફિસરોની ખાલી જગ્યાઓ અંગે પૂછતાં તેમણે થોડા સમયમાં જગ્યાઓ ભરવામાં આવશે તથા સિવિલ હોસ્પિટલમાં બેડ વધારવામાં આવશે અને જિલ્લામાં સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાશે તેમ જણાવ્યું હતુ.
First published: