Home /News /gujarat /

ગુજરાત પોલીસ પરિવાર માટે દિવાળી જેવો માહોલ, પગારમાં કેટલો થયો વધારો?

ગુજરાત પોલીસ પરિવાર માટે દિવાળી જેવો માહોલ, પગારમાં કેટલો થયો વધારો?

રાજ્ય પોલીસને મોટી ભેટ આપી 550 કરોડના પોલીસ ભંડોળને મંજૂરી આપી છે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ જવાનના પગારમાં વધારો કરતાં 550 કરોડથી વધારાની ફાઇલ આજે મંજૂર કરી દીધી છે: હર્ષ સંઘવી

    અમદાવાદ: સરકાર દ્વારા પોલીસ પરિવારના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે (gujarat government) રાજ્ય પોલીસ (gujarat police)ને મોટી ભેટ આપી 550 કરોડના પોલીસ ભંડોળને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

    આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi)એ જણાવ્યું કે, તમને બધાને ખુશીના સમાચાર આપવા આવ્યો છું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ જવાનના પગારમાં વધારો કરતાં 550 કરોડથી વધારાની ફાઇલ આજે મંજૂર કરી દીધી છે. પોલીસ પરિવારોની વિવિધ રજૂઆતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના પગાર વધારા માટે 28 ઓગસ્ટ 2021ના રોજ એક કમિટી બનાવી હતી. જે બાદ કમિટીએ વિવિધ વિભાગો સાથે બેઠકો યોજી હતી.

    કમિટીએ 30 એપ્રિલ 2022ના રોજ રિપોર્ટ સુપરત કરતાં મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલ્યો હતો. ઊંડાણપૂર્વકની ચર્ચા બાદ 550 કરોડ રૂપિયાથી પોલીસ જવાનોના પગારમાં કેવી રીતે વધારો થઇ શકે તેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

    પગારમાં કેટલો થયો વધારો?

    LRD: પહેલા પગાર 2,51,100 રૂપિયા હતો હવે 3,47,250 કરવામાં આવ્યો છે.
    કોન્સ્ટેબલ: પહેલા પગાર 3,63,660 હતો.હવે 4,16,400 રૂપિયા કરવામાં આવ્યો છે.
    હેડ કોન્સ્ટેબલ: પહેલા પગાર 4,36,654 હતો, જે 4,95,394 કરવામાં આવ્યો છે.
    એએસઆઇ: પહેલા પગાર 519354 હતો, જે 584094 કરવામાં આવ્યો છે.

    કોનું વેતન કેટલું વધ્યું

    એલઆરડી - 96150
    પોલીસ કોન્સ્ટેબલ - 52740
    હેડ કોન્સ્ટેબલ - 58740
    એએસઆઇ - 64740
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Gujarat police, Latest News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन