છઠ્ઠા ગુણોત્સવને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એડીચોટીનું જોર

Parthesh Nair | News18
Updated: January 8, 2016, 8:32 PM IST
છઠ્ઠા ગુણોત્સવને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એડીચોટીનું જોર
ગાંધીનગર# રાજ્ય સરકારના છઠ્ઠા ગુણોત્સવને સફળ બનાવવા માટે મુખ્યપ્રધાન સહિત તમામ અધિકારીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

ગાંધીનગર# રાજ્ય સરકારના છઠ્ઠા ગુણોત્સવને સફળ બનાવવા માટે મુખ્યપ્રધાન સહિત તમામ અધિકારીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

  • News18
  • Last Updated: January 8, 2016, 8:32 PM IST
  • Share this:
ગાંધીનગર# રાજ્ય સરકારના છઠ્ઠા ગુણોત્સવને સફળ બનાવવા માટે મુખ્યપ્રધાન સહિત તમામ અધિકારીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ ગુણોત્સવની સાથે રાજ્ય સરકાર લોકોની સમસ્યાઓને પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે આ ગુણોત્સવનું મૂલ્ય વધી જાય છે. આ જ અંતર્ગત રાજ્ય પોલીસ વડા પી.સી.ઠાકુરે આજે ગાંધીનગર શહેરની શાળાઓનું મૂલ્યાંકન કર્યું હતું.

DGP P C Thakur

રાજ્યમાં ગુણોત્સવ દરમિયાન મુખ્યપ્રધાન, પ્રધાનો સહિત તમામ સરકારી અધિકારીઓ પ્રાથમિક શાળાઓની મુલાકાત લે છે. ત્યારે રાજ્યના પોલીસ વડા પી.સી.ઠાકુરે આજે ગાંધીનગરની સેક્ટર-13ની પ્રાથમિક શાળાની મુલાકાત લઇને બાળકોના વાંચન-ગણનની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ શાળામાં મોટા ભાગના બાળકો ઝૂંપડપટ્ટીના હોવાથી તેમની અનેક સમસ્યાઓ છે, ત્યારે પોલીસ પણ તેમને મદદ કરશે, ખાસ કરીને વાલીઓને પણ સમજાવવામાં આવશે. તો સાથે જે તેમની શક્ય તમામ મદદ કરવામાં આવશે. પીએમ મોદીએ ડીજી કોન્ફરન્સમાં આપેલા સૂત્રનો પોલીસ અમલ કરશે અને સાથે જ ગરીબ બાળકોની વચ્ચે જશે.

રાજ્યમાં સરકાર દ્વારા લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના પોલીસ વડા પણ આશા રાખી રહ્યાં છે કે, આ પ્રયાસથી બાળકોને તો લાભ થશે પણ સાથે જ પોલીસ પણ લોકોની નજીક પહોંચશે. હાલ તો તમામ રીતે ગુણોત્સવને સફળ બનાવવા કવાયત હાથ ધરાઇ છે. જેથી કરીને સરકાર લોકોની સાથે છે અને લોકો માટે કામ કરી રહી છે તેવો સંદેશ પહોંચાડી શકાય. જેના પરિણામો આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
First published: January 8, 2016, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading