રાજ્યના સરકારી કર્મચારીને નવા વર્ષની ભેટ, મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો

રાજ્યના સરકારી કર્મચારીને નવા વર્ષની ભેટ, મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો
ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી

ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી, પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં 14 દિવસનો વધારો કર્યો

 • Share this:
  ગાંધીનગર : વર્ષ 2020નો પ્રથમ દિવસ રાજ્યના સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારોનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરાયો છે. જેથી હવે 17 ટકા મોઘવારી ભથ્થું આપવામાં આવશે. આ પહેલા મોંઘવારી ભથ્થુ 12 ટકા હતું. ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.

  નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારે મોઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો 1 જુલાઈ 2019થી અમલવારી ગણાશે. જાન્યુઆરીના પગારથી વધારો મળશે. બે થી ત્રણ તબક્કામાં એરિયર્સની ચૂકવણી કરવામાં આપવામાં આવશે. ભથ્થામાં વધારાના કારણે રાજ્ય સરકાર પર 1821 કરોડ રુપિયાનો બોજો પડશે.  આ પણ વાંચો - સ્વચ્છતા સર્વેક્ષણ : ઇન્દોર દેશમાં ફરી નંબર -1 બન્યું, રાજકોટ બીજા નંબરે

  મેડિકલ કોલેજ વિશે જાહેરાત કરતા નીતિન પટેલે કહ્યું હતું કે ગોધરા, વેરાવળ, ખંભાળિયા, બોટાદ, મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનો નિર્ણય લીધો છે. તેની સાથે સાથે હયાત હોસ્પિટલોમાં પથારીઓ પણ વધારવામાં આવશે. હાલની હોસ્પિટલોને અપગ્રેડ કરી 300 બેડની હોસ્પિટલમાં કરવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાશે. જેની પાછળ રૂ. 1500 કરોડનો ખર્ચ થશે. જેમાં ભારત સરકાર 60 ટકા ગ્રાન્ટ આપશે. 40 ટકા રાજ્ય ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

  ખેડૂતો માટે પણ એક રાહત આપે તેવો નિર્ણય કર્યો છે. પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં 14 દિવસનો વધારો કર્યો છે. આમ ખેડૂતો 14 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે.
  First published:January 01, 2020, 17:05 pm

  टॉप स्टोरीज