Home /News /gujarat /

રૂપાણી સરકારે દોઢ વર્ષમાં 150 ટીપી-ડીપીને મંજૂરી આપી સર્જ્યો રેકોર્ડ

રૂપાણી સરકારે દોઢ વર્ષમાં 150 ટીપી-ડીપીને મંજૂરી આપી સર્જ્યો રેકોર્ડ

ફાઇલ તસવીર

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોમાં સુઆયોજિત અને ઝડપી વિકાસની પ્રતિબદ્ધતા સાથે ૨૦૧૯ના વર્ષના પ્રથમ પાંચ જ મહિનામાં ૫૦ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP) – ડેવલપમેન્ટ પ્લાન – DP મંજૂર કર્યાં છે.

  વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યો ત્યારથી ૨૦૧૮ના વર્ષ સુધીમાં TP સ્કીમની પરવાનગી-મંજૂરીની સદી-શતક આંક પહોંચાડ્યા બાદ આ વર્ષ ૨૦૧૯માં પાંચ જ મહિનામાં વધુ ૫૦ આવી સ્કીમને મંજૂર કરીને દોઢ વર્ષમાં 150 જેટલી ટીપી-ડીપીને પરવાનગી આપવાનો વિક્રમ સર્જ્યો છે.

  મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણીઓની આચારસંહિતા પૂર્ણ થતા જ ૨૧ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ અને ૨ ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરીના નિર્ણયો કર્યા છે. તેમણે ૨૦૧૯ના વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ 50 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવાને પરિણામે રાજ્યમાં આશરે ૫ હજારથી પણ વધુ હેક્ટર વિસ્તારમાં આયોજનને ઓપ મળ્યો છે.

  મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરની વધુ ત્રણ પ્રારંભિક તથા એક ડ્રાફ્ટ TPને મંજૂરી આપી છે. આ સ્કીમ્સમાં ઓઢવની TP ૧૧૨, ઓગણજની TP 54 તથા બોપલની TP ૧ એમ ૩ પ્રારંભિક તથા ઘાટલોડીયા, સોલા, ચાંદલોડીયાની ડ્રાફટ TP 28નો સમાવેશ થાય છે. અમદાવાદની આ ત્રણ પ્રારંભિક યોજના મંજૂર થવાથી શહેરને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આર્થિક, સામાજિક વર્ગના લોકોના રહેણાંકના વેચાણ હેતુથી પ્રાપ્ત થશે.

  ખાસ કરીને પ્રારંભિક ટીપી મંજૂર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે જમીન પ્રાપ્ત થશે અને શહેરી વિસ્તારમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ કરવામાં આ નિર્ણય એક વધુ કદમ પૂરવાર થશે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ સુરતની એક પ્રારંભિક સ્કીમ પૂણા (૨૦) પણ મંજૂર કરી છે.
  મુખ્યમંત્રીએ જે ઝડપથી ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી આપવામાં આવે છે તે જ રીતે ઝડપી કાર્યવાહીથી આ ડ્રાફ્ટ TPમાં રસ્તા તેમજ અન્ય આંતરમાળખાકીય સુવિધાના સમયસર અમલીકરણ થવા માટે પણ સંબંધિત સત્તામંડળોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

  મુખ્યમંત્રીએ આચારસંહિતા બાદ જે 12 ફાઇનલ TPને મંજૂરી આપી છે તેમાં રાજકોટ TP નં. 15 (વાવડી), અમદાવાદ TP નં. 89 (વટવા-૧), રાજકોટ TP નં. 27 (મવડી), ઉંઝા નં. ૪, ઉંઝા નં. ૬, સુરત નં. ૩૮ (વરીયાવ), વડોદરા નં. ૧ (ખાનપુર – સેવાસી), અમદાવાદ નં. ૧૧૧ (નિકોલ – કઠવાડા), ગાંધીનગર – GUDA નં. ૧૬ (પેથાપુર), ગાંધીનગર GUDA નં. ૧૩ (વાવોલ), ઉંઝા નં. ૧ (ફર્સ્ટ વેરીડ) અને અમદાવાદ નં. ૧૦૯ (મુઠીયા – લીલાસીયા-હંસપુરા)નો સમાવેશ થાય છે.

  ચૂંટણીઓ પહેલા પણ વર્ષ ૨૦૧૯માં મુખ્યમંત્રીશ્રીએ ૬ ફાઇનલ TP ને મંજૂરી આપી છે. ફાઇનલ TP મંજૂર થતાં, તેટલી TP સ્કીમની કાર્યવાહી પૂર્ણ થઇ તમામ રેકર્ડ સંબંધિત ઓથોરીટીને ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા સોંપી દેવામાં આવે છે અને પરિણામે આવા TPOની કચેરીમાં અન્ય TP ની વધુ ઝડપથી કામગીરી હાથ ધરી શકાશે.

  વિજય રૂપાણીએ રાજકોટની ફાઇનલ TP 15 (વાવડી) અને ૨૭ (મવડી) મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ TPO/CTP અને વિભાગને સુચના આપી છે અને બાકી રહેતી TP પણ તાત્કાલિક પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં TP નો વિલંબ બાધારૂપ ના બને તેવા સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કરજણ તથા ઝઘડીયા સુલતાનપુરના ડેવલપમેન્ટ પ્લાનને પણ પ્રાથમિક મંજૂરી આપી દીધી છે અને બિલીમોરા-દેસરાની TP ૧ પ્રારંભિક તથા અન્ય વેરીડ સ્કીમો, ભાવનગર શહેરની બે ડ્રાફ્ટ સ્કીમો નં. ૧૯ અને ૨૦ નારીને પણ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસના આગવા વિઝન અને પારદર્શી નિર્ણયશક્તિનો અદ્વિતીય અને અકલ્પનીય પરિચય રાજ્યના નાગરિકોને આ મંજૂરીઓ દ્વારા કરાવ્યો છે. એટલું જ નહિં, શહેરી વિકાસ વિભાગમાં લોકોને નહિવત્ મુશ્કેલી પડે અને તમામ સ્તરીય ઝડપી કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ સૂચનાઓ પણ તેમણે આપી છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: State Government, Vijay Rupani, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन