SBI ગ્રાહકોને મોટો આંચકો! FD પર વ્યાજ ઘટ્યું, જાણો નવા Rates

SBI ફિક્સ્ડ ડિપોઝિટના નવા વ્યાજ દરો 10 સપ્ટેમ્બરથી લાગુ, જાણો સીનિયર સિટીઝનને કેટલું મળશે વ્યાજ

SBI ફિક્સ્ડ ડિપોઝિટના નવા વ્યાજ દરો 10 સપ્ટેમ્બરથી લાગુ, જાણો સીનિયર સિટીઝનને કેટલું મળશે વ્યાજ

  • Share this:
    નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પોતાના ગ્રાહકોને ફરી એકવાર આંચકો આપતાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરો ઘટાડી દીધા છે. SBIએ બે કરોડ રૂપિયાથી ઓછાની રિટેલ ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર વ્યાજ 1-2 વર્ષની અવધિ પર 0.20 ટકા સુધી ઘટાડી દીધું છે. એટલે કે હવે SBIની FD પર મળનારો ફાયદો ઘટી જશે. નવા વ્યાજદરો 10 સપ્ટેમ્બર 2020થી લાગુ થઈ ગયા છે. આ પહેલા SBIએ 27 મેના રોજ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરો ઘટાડ્યા હતા. દેશમાં પારંપરિક, સુરક્ષિત અને નિશ્ચિત વ્યાજ આવક માટે મોટાપાયે FDમાં રોકાણ કરવામાં આવે છે.

    SBIની FD માટે નવા (10 સપ્ટેમ્બરથી લાગુ) વ્યાજ દરો

    >> 7થી 45 દિવસ : નવા વ્યાજ દર 2.90 ટકા
    >> 46થી 179 દિવસ : નવા વ્યાજ દર 3.90 ટકા
    >> 180થી 210 દિવસ : નવા વ્યાજ દર 4.40 ટકા
    >> 211 દિવસથી 1 વર્ષ : નવા વ્યાજ દર 4.40 ટકા
    >> 1થી 2 વર્ષ : નવા વ્યાજ દર 4.90 ટકા
    >> 2થી 3 વર્ષ : નવા વ્યાજ દર 5.10 ટકા
    >> 3થી 5 વર્ષ : નવા વ્યાજ દર 5.30 ટકા
    >> 5થી 10 વર્ષ: નવા વ્યાજ દર 5.40 ટકા


    આ પણ વાંચો, નવા પ્રકારનું હશે સંસદનું ચોમાસું સત્ર, કેન્ટીનમાં મળશે આ વ્યંજન

    SBIના સીનિયર સિટિઝનો માટે FDના વ્યાજ દરો

    >> 7થી 45 દિવસ : નવા વ્યાજ દર 3.40 ટકા
    >> 46થી 179 દિવસ : નવા વ્યાજ દર 4.40 ટકા
    >> 180થી 210 દિવસ : નવા વ્યાજ દર 4.90 ટકા
    >> 211 દિવસથી 1 વર્ષ : નવા વ્યાજ દર 4.90 ટકા
    >> 1થી 2 વર્ષ : નવા વ્યાજ દર 5.40 ટકા
    >> 2થી 3 વર્ષ : નવા વ્યાજ દર 5.60 ટકા
    >> 3થી 5 વર્ષ : નવા વ્યાજ દર 5.80 ટકા
    >> 5થી 10 વર્ષ: નવા વ્યાજ દર 6.20 ટકા

    આ પણ વાંચો, દીવાલ પર ચોંટેલા દેડકાના પેટમાં થવા લાગી લાઇટ! Video જોઈ લોકો હેરાન

    સીનિયર સિટીઝન માટે સ્પેશલ FD પ્રોડક્ટ

    આ ઉપરાંત બેન્કે સીનિયર સિટીઝન માટે એફ FD પ્રોડક્ટ એસબીઆઈ વીકેયર ડિપોઝિટ ને લૉન્ચ કરી હતી. તેમાં સીનિયર સિટીઝનને 5 વર્ષ કે તેનાથી વધુની અવધિ માટે રિટેલ ટર્મ ડિપોઝિટ પર 30 બેસિસ પોઇન્ટ્સનું વધારાનું પ્રીમિયમ મળશે. SBI વીકેયર જમા યોજના 31 ડિસેમ્બર 2020 સુધી ચાલુ રહેશે.
    Published by:Mrunal Bhojak
    First published: