હવે ધોરણ-10નું પેપર લીક થયું? પરીક્ષાનો સમય પૂર્ણ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર સોલ્વ કરેલું પેપર ફરતું થયું
હવે ધોરણ-10નું પેપર લીક થયું? પરીક્ષાનો સમય પૂર્ણ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર સોલ્વ કરેલું પેપર ફરતું થયું
ધોરણ-10નું હિન્દી વિષયનું પેપર થયું લિક
ગુજરાત શિક્ષણ બોર્ડનાં ચેરમેન એ જે શાહનું કહેવું છે કે, પેપર લીક નથી થયું. પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી શરૂ હતી અને સવા વાગ્યે પરીક્ષા પૂર્ણ થાય છે. જ્યારે આ પેપર સોશિયલ મીડિયા પર એક વાગ્યે ફરતું થયું છે માટે આ પેપર કોઇ વિદ્યાર્થી વહેલો બહાર નીકળી ગયો હોય અને તેણે સોલ્વ કરીને કોઇને સોશિયલ મીડિયા પર મોકલ્યું હોય અને તે વાયરલ થયું હોય તેમ બની શકે છે.
અમદાવાદ: ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો ચાલુ જ છે. આ વખતે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાનું નહીં પરંતુ ધોરણ-10નું પેપર લીક થયું છે. હાલ સોશિયલ મીડિયા પર ધોરણ-10નું હિન્દી વિષયનું સોલ્વ કરેલું પેપર વાયરલ થઈ રહ્યું છે. આ મામલે કૉંગ્રેસે તપાસની માંગણી કરી છે. બીજી તરફ બોર્ડનું કહેવું છે કે આ પેપર લીક નથી થયું પરંતુ કોઈ વિદ્યાર્થીએ પરીક્ષા આપ્યા બાદ સોલ્વ કરીને તેને વાયરલ કર્યું હોઈ શકે છે. આજે સવારે 10 વાગ્યે ધોરણ-10નું હિન્દીનું પેપર હતું. બીજી તરફ આ પેપર પરીક્ષા પૂર્ણ થયાના અડધા કલાક કે કલાક પહેલા વાયરલ થઈ રહ્યાનો દાવો કરાયો છે.
આ મામલે ગુજરાત શિક્ષણ બોર્ડનાં ચેરમેન એ જે શાહનું કહેવું છે કે, પેપર લીક નથી થયું. પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો અને સવા વાગ્યે પરીક્ષા પૂર્ણ થાય છે. આ પેપર સોશિયલ મીડિયા પર એક વાગ્યે ફરતું થયું છે, માટે આ પેપર કોઇ વિદ્યાર્થી વહેલો બહાર નીકળી ગયો હોય અને તેણે સોલ્વ કરીને કોઇને સોશિયલ મીડિયા પર મોકલ્યું હોય અને તેવું બની શકે છે.
આ વિશે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું કહેવું છે કે, સરકાર આ અંગે જવાબ આપે. પેપર બહાર કેવી રીતે આવ્યું. એક વાગે પેપર બહાર આવ્યું અને એક મિનિટમાં જ પેપર સોલ્વ કરીને બહાર આવી ગયું અને અપલોડ થઇ ગયું એ કેવી રીતે બની શકે?
ધોરણ-10નું હિન્દી વિષયનું પેપર થયું લિક
મનિષ દોશીએ વધુમાં જણાવ્યું કે, અધિકારીઓ ભલે સરકારની ચાપલૂસી કરતાં હોય પણ ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓની કારકિર્દીઓ સવાલ છે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના ભાવી સાથે આ રીતે રમત કેવી રીતે રમી શકે?
"ગુજરાતનાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ગુજરાતમાં સારા શિક્ષણની બડાઇઓ ફૂંકે છે અને અહીં પેપર લિક થવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. લાખો વિદ્યાર્થીઓનાં ભાવી અંગે હવે તેઓ શું કહેશે?" તેમ દોશીએ જણાવ્યું હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર