અમદાવાદ : એસટી નિગમની (ST Corporation)વોલ્વો બસ (Volvo bus)એટલે સફેદ હાથી જેવી છે. એસટી (ST bus)નિગમમાં 175 બસ કોન્ટ્રાક્ટ પર ચાલે છે. જેમાં વોલ્વો અને બ્લ્યૂ કલરની બસ ચાલે છે. આ 175 બસના કારણે રોજનું 17 લાખ રૂપિયાનું નુકસાન એસટી નિગમને થાય છે. પ્રીમિયમ સેવામાં ચાલતી 5 બસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયો હતો તેમ છતા ફરી એક વર્ષ માટે રીન્યૂ કરવામાં આવ્યો છે. જોકે એસટી નિગમના યૂનિયનનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા ખાનગી બસ ચલાવવામાં આવી રહી છે.
ઇનટુકના મહામંત્રી ધીરેન્દ્રસિંહ સોલંકીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખાનગી બસો ચલાવીને એસટીને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તેમ છતાં કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ચલાવવામાં આવે છે. વોલ્વો સીટર પર કિલોમીટરે 7 રૂપિયા નુકસાન કરે છે. વોલ્વો સ્લીપરનું પર કિલોમીટરે 14 રૂપિયાનું નુકસાન છે. પ્રીમિયમ એસી સીટર સેવા પર કિલોમીટરે 13 રૂપિયાનું નુકસાન, પ્રીમિયમ એસી સ્લીપર બસ પર કિલોમીટર 18 રૂપિયાનું નુકસાન. વોલ્વો અને પ્રીમિયમ સેવામાં ચાલતી બ્લ્યૂ બસ એસટી નિગમને રોજનું અંદાજે 17 લાખ રૂપિયાનું નુકસાન એસટી નિગમને થાય છે. વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. જ્યારે કર્મચારીઓને આર્થિક લાભ આપવાની વાત કરવામાં આવે તો નિગમ ખોટ કરે છે તેવું બહાનું આગળ કરવામાં આવે છે.
એસી નિગમની સાદી સ્લીપર બસો નફો કરતી હતી. તેમ છતા તે રૂટ પર પ્રીમિયમ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રીમિયમ સેવાના કારણે વર્ષે એસટી નિગમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કોન્ટ્રાકટ પર ચાલતી 175 બસ છે. જેમાં પ્રીમિયમ સેવામાં ચાલતી બસમાં છેલ્લા 4 મહિનામાં 340 બ્રેક ડાઉન થવાના બનાવ બન્યા છે અને બે મહીનામાં 30 અકસ્માતના બનાવો બન્યા છે. જ્યારે એસટી નિગમની 8500 બસ ચાલે છે. છેલ્લા 4 મહિનામાં 70 બનાવ બ્રેક ડાઉનના બન્યા છે. એસટી નિગમ બસના 2 માસમાં 10 અકસ્માતના બનાવ બન્યા છે. પ્રીમિયમ સેવા સામે એસટી બસ વધારે સારી રીતે ચાલી રહી છે.
એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે એસટી નિગમની પ્રતિષ્ઠિત પ્રીમિયમ સેવા તરીકે ચલાવવામાં આવે છે. નુકસાન ઓછું થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રીમિયમ સેવામાં 5 બસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો તેમ છતાં પણ ટેન્ડર પ્રક્રિયા વગર એક વર્ષ માટે રીન્યૂ કરી દેવામાં આવ્યો છે. જોકે એસટી નિગમનું કહેવું છે કે કરાર પ્રમાણે એક વર્ષની સમય મર્યાદા વધારી શકે છે. એસટી નિગમની બસો કરતા પ્રીમિયમ સેવા વધુ ખોટ કરી રહી છે.
" isDesktop="true" id="1196674" >
એસટી નિગમના અધિકારીઓ દ્વારા એનાલિસિસ કરવામાં આવતું હોય છે ક્યાં રૂટ નફો કરે છે અને ક્યાં રૂટ નુકસાન કરે છે. તો નુકસાન કરતા રૂટ પર બસ બંધ કરવામાં આવે છે. તો સવાલ એ છે કે પ્રીમિયમ સેવામાં ચાલતી બસ પણ નુકસાન કરી રહી છે તેમ છતાં કોન્ટ્રાક્ટ રીન્યૂ શા માટે કરવામાં આવ્યો હશે.