મુંબઇ: હિન્દી સિનેમાને પ્રેમ કરનારા ફેન્સ આજે ખુબજ દુખી હશે. કારણકે તેમની પસંદીદા હવા હવાઇ ગર્લ હવે આપણી વચ્ચે નથી રહી. હવે તેમનાં ચાહકોએ અંતિમ વખત ડિસેમ્બર મહિનામાં તેને બિગ સ્ક્રિન પર જોઇ
શકશે. આ ફિલ્મમાં તે કેમિયો કરતી નજર આવશે.
સોર્સિસની માનીયે તો, શ્રીદેવી અંતિમ વખત ડિસેમ્બર મહિનામાં શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'ઝીરો'માં નજર આવશે. આ ફિલ્મમાં તેનો નાનકડો જ રોલ છે. ફિલ્મમાં તે શ્રીદેવી ધ એક્ટ્રેસ એટલે કે પોતાનાં જ પાત્રમાં નજર આવશે. કહેવામાં આવે છે કે આ એખ પાર્ટી સીન હશે. જ્યાં તે શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ અને કરિશ્મા કપૂર સાથે સ્ક્રિન શેર કરતી નજર આવશે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠિંગણા વ્યક્તિનો રોલ કરી રહ્યો છે. જેમાં તેની હિરોઇન અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ છે.
આપને જણાવી દઇએ કે શ્રીદેવીએ 1997માં આવેલી ફિલ્મ 'જુદાઇ' બાદ લાંબો બ્રેક લીધો જે બાદ 2012માં તેણે 'ઇંગ્લિશ વિંગ્લિશ' કરી અને વર્ષ 2017માં તે 'મોમ' ફિલ્મમાં નજર આવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર