Home /News /gujarat /

સીએમના બંગલે બેઠક,પાટીદાર કન્વિનરો સાત મુદ્દા પર કરશે ચર્ચા

સીએમના બંગલે બેઠક,પાટીદાર કન્વિનરો સાત મુદ્દા પર કરશે ચર્ચા

ગાંધીનગરઃમુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સાથે પાટીદાર અગ્રણીઓ આજે સાંજે 4.30 કલાકે સીએમના બંગલે બેઠક છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ પાટીદાર કન્વિનરો સાત મુદ્દા પર સીએમ સાથે ચર્ચા કરશે.

ગાંધીનગરઃમુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સાથે પાટીદાર અગ્રણીઓ આજે સાંજે 4.30 કલાકે સીએમના બંગલે બેઠક છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ પાટીદાર કન્વિનરો સાત મુદ્દા પર સીએમ સાથે ચર્ચા કરશે.

  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃમુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સાથે પાટીદાર અગ્રણીઓ આજે સાંજે 4.30 કલાકે સીએમના બંગલે બેઠક છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ પાટીદાર કન્વિનરો સાત મુદ્દા પર સીએમ સાથે ચર્ચા કરશે.

પ્રધાન સૌરભ પટેલ, સ્વર્ણિમ સંકુલ- એકથી સીએમ બંગલે જવા રવાના થયા છે. બેઠકમાં પ્રધાન સૌરભ પટેલ, ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા, નીતિન પટેલ પણ હાજર રહેવાના છે. જાણકાર સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ PAASના સભ્યમાં હાર્દિક પટેલ પણ  હાજર રહેશે.

હાર્દિક પટેલ અને પાટીદારોનો કાફલો સર્કિટ હાઉસ પહોંચ્યો છે. સર્કિટ હાઉસથી સાંજે 4.30કલાકે સીએમના બંગલે પહોંચશે. સર્કિટ હાઉસ ખાતે હાર્દિક પટેલ સાથે લાલજી પટેલ પણ હાજર રહ્યા હતા. મીટિંગમાં સીએમને મળવા માટે 144માંથી 21 પાટીદાર કન્વિનરોનું ડેલિગેશન તૈયાર કરાયું છે.

આ અગાઉ PAASના તમામ કન્વીનરોની અડાલજના સ્વામિનારાયણ ફાર્મ ખાતે બેઠક મળી હતી. જેમાં રણનીતિ ઘડાઇ હતી. સીએમ સાથેની બેઠકમાં પોલીસદમનનો મુદ્દો રજુ કરાશે તેમ જાણવા મળ્યું છે.

સાંજે 6 કલાકે રાજ્ય સરકારના પ્રવક્તા કરશે પ્રેસ કોન્ફરન્સ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા નિતીન પટેલ સાંજે 6 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્દિક પટેલ-સીએમ આનંદીબહેન વચ્ચેની બેઠકનો ચિતાર આપશે.

હાર્દિક સામે સીએમ નીકાળશે હુકમનો એક્કો
ગાંધીનગરઃ હાર્દિક પટેલ આનંદીબહેન સાથે મુલાકાત કરશે તેમાં અનામત મુદ્દે ચર્ચા ઓછી અને પોલીસ દમન મુદ્દે ચર્ચા વધુ થાય તેવી શક્યતા છે. બેઠકમાં પોલીસ દમનમાં માર્યા ગયેલા લોકો માટે ચર્ચા કરાશે. ત્યારે હાર્દિક સામે સીએમ આનંદીબહેન હુકમનો એક્કો નીકાળી શકે છે. પોલીસ દમનની રજુઆત સામે સીએમનો જવાબ અગત્યનો બની રહેશે. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશનની રચના કરી ચર્ચાનો અંત આવી શકે છે તેમ મનાય છે.

રાષ્ટ્રીય પાટીદાર સેનાની રચના કરાશે

ગાંધીનગરઃ રાષ્ટ્રીય પાટીદાર સેનાની રચના કરવા પાટીદારોએ વિચારણા કરી છે.  હાર્દિક અને લાલજી પટેલ આ મામલે સંમત થયા છે. શિવસેનાના માળખા પ્રમાણે પાટીદારનો પક્ષ રચાશે. અને હાર્દિક પટેલને નેશનલ પ્રેસિડેન્ટ બનાવવામાં આવશે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, રાજકારણ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन