Home /News /gujarat /

સરકારના પેકેજથી SPG અસંતુષ્ઠ,સરકારે હથેળીમાં ચાંદ દેખાડ્યો

સરકારના પેકેજથી SPG અસંતુષ્ઠ,સરકારે હથેળીમાં ચાંદ દેખાડ્યો

મહેસાણાઃ ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા જાહેર કરાયેલ વિશેષ પેકેજ મામલે એસ.પી.જી. ના અધ્યક્ષ લાલજી પટેલે આ પેકેજને માત્ર હથેળીમાં ચાંદ જ દેખાડ્યો હોય તેમ ગણાવ્યો છે. ત્યારે જેમ કોઈ કંપની પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરે તો તે કંપની જાતે જ ધામધૂમથી તેની ઉજવણી કરતી હોય છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

મહેસાણાઃ ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા જાહેર કરાયેલ વિશેષ પેકેજ મામલે એસ.પી.જી. ના અધ્યક્ષ લાલજી પટેલે આ પેકેજને માત્ર હથેળીમાં ચાંદ જ દેખાડ્યો હોય તેમ ગણાવ્યો છે. ત્યારે જેમ કોઈ કંપની પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરે તો તે કંપની જાતે જ ધામધૂમથી તેની ઉજવણી કરતી હોય છે. તે જ રીતે આનંદીબેને નવી યોજનાઓનું પેકેજ જાહેર કર્યું અને ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને તેને વધાવી લીધું છે. પરંતુ એસ.પી.જી. સહીત પાટીદારોને હથેળીમાં ચાંદ દેખાડાય તેવું પેકેજ જોઈતું નથી. પરંતુ અનામત જોઈએ છે.

લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પાટીદારે ઉજવણી કરી નથી. પાટીદાર સમાજમાં રોષ છે. આ પેકેજથી પાટીદાર સમાજને કોઈ ફાયદો નથી. ગુજરાતની અંદર ૧૪૬ રેલી કરીને આવેદનપત્ર આપવામાં આવ્યા તેમાંથી એક પણ અમારી માંગણી સ્વીકારી નથી. જે પેકેજ જાહેર કરાયું તે ૯૦ ટકાથી વધુ માર્ક્સ લાવનારા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે લાભની વાત છે. જે માત્ર સરકારે હથેળીમાં ચાંદ દેખાડ્યો છે.

અાગામી રણનીતિ મુજબ તમામ કન્વીનરો અને એસ.પી.જી.ના હોદ્દેદારોની મીટીંગ બોલાવીશું. અને જે પેકેજ જાહેર કરાયું છે તેની સમીક્ષા કરીશું. ત્યાર બાદ અાગામી કાર્યક્રમો મીડિયા અને પ્રજા સમક્ષ જાહેર કરીશું.

First published:

Tags: અનામત માંગ, એસપીજી ગૃપ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, ભાજપ, રાજકારણ, રાજ્ય સરકાર, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन