ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા માટે ખાસ ટ્રેનની સુવિધા

News18 Gujarati
Updated: August 20, 2020, 3:35 PM IST
ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા માટે ખાસ ટ્રેનની સુવિધા
અમદાવાદ અને વડોદરાથી 12 વિશેષ ટ્રેન ચલાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી

અમદાવાદ અને વડોદરાથી 12 વિશેષ ટ્રેન ચલાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી

  • Share this:
ગાંધીનગર : ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી શકે તેવા હેતુસર અમદાવાદ અને વડોદરાથી 12 વિશેષ ટ્રેન ચલાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપી છે. પ્રવર્તમાન કોરોના કોવિડ-19 વાયરસ સંક્રમણની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો-માર્ગદર્શિકાઓના ચુસ્તપણે પાલન સાથે આ ટ્રેનમાં મુસાફરીની અનૂમતિ અપાશે.

મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ પશ્ચિમ રેલ્વે મુંબઇ દ્વારા કોંકણ પ્રદેશના મુસાફરો માટે ગણેશ ચતુર્થીના તહેવાર દરમ્યાન ખાસ ટ્રેન ચલાવવાની માંગણી હતી ,જેને લઇને ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો ગણેશ ચતુર્થીનો ઉત્સવ પોતાના વતનમાં જઇને મનાવી શકે તે માટે 18 ઓગસ્ટથી આ વિશેષ ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવશે, જે ૩૧ ઓગસ્ટ સુધી ચાલુ રખાશે.


આ પણ વાંચો - રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને 6 મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારની ભલામણને કેન્દ્રએ સ્વીકારી

આ વિશેષ ટ્રેનની જે 12 ટ્રીપને મંજૂરી આપવામાં આવી છે તેમાં 18 ઓગસ્ટ અને 25 ઓગસ્ટે અમદાવાદથી કુડલ માટે, 21 ઓગસ્ટ અને 28 ઓગસ્ટે અમદાવાદથી સાવંતવાડી માટે તેમજ 23 ઓગસ્ટ અને 30 ઓગસ્ટે વડોદરાથી રત્નાગીરી માટે ટ્રેન દોડાવવામાં આવશે. વળતી મુસાફરીમાં આ વિશેષ ટ્રેન 19 અને 26 ઓગસ્ટે કુડલથી અમદાવાદ, 22 અને 29 ઓગસ્ટે સાવંતવાડીથી અમદાવાદ અને 24 તેમજ 31 ઓગસ્ટે રત્નાગીરીથી વડોદરા આવશે.
Published by: Ashish Goyal
First published: August 17, 2020, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading