Home /News /gujarat /અમદાવાદ : એસટી બસ આપના દ્વારે, જાણી લો દિવાળીમાં ગ્રુપ બુકિંગ કરાવનાર પ્રવાસીઓ માટે શું છે વિશેષ આયોજન
અમદાવાદ : એસટી બસ આપના દ્વારે, જાણી લો દિવાળીમાં ગ્રુપ બુકિંગ કરાવનાર પ્રવાસીઓ માટે શું છે વિશેષ આયોજન
એસટી નિગમ (ST Corporation)દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે
ST bus booking in Diwali 2021- દિવાળીમાં વતન જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચિંતા ન કરતા કારણ કે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે
અમદાવાદ : દિવાળીના (Diwali 2021) તહેવારમાં (Festival)વતનમાં જવા માટે અથવા તો ફરવા જવા માટે લોકો પ્લાન તૈયાર કરી રહ્યા છે. ફ્લાઈટની ટિકિટના ભાવ વધી ગયા છે. ટ્રેનો ફૂલ થઇ ગઇ છે પરંતુ વતન જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચિંતા ન કરતા કારણ કે એસટી નિગમ (ST Corporation)દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો (ST bus)દોડાવશે. પ્રવાસીઓના ધસારાને પહોંચવા માટે દર વર્ષે દરેક ડિવીઝનમાંથી વધારાની બસોનું સંચાલન કરે છે અને ચાલુ વર્ષે પણ દોડાવશે. પરંતુ ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં 51 લોકોનું ગ્રુપ બુકિંગ કરશે તો એસટી બસ ઘરેથી નોન સ્ટોપ પોતાના વતન પહોંચાડશે.
એસ ટી નિગમના સચિવ કે ડી દેસાઈએ જણાવ્યું છે કે એસટી આપના દ્વારે આવશે. દિવાળીના તહેવારોને લઈ સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, ગુજરાતના કોઈ પણ શહેરમાંથી ગ્રુપ માટે બસ બુકિંગ કરાવી શકશે. તેમજ વધારાની બસોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 51 સીટનું ગ્રુપ બુકિંગ કરવો અને આપના ઘરથી વતન આવેલા ઘર સુધી પહોંચાડશે. આ એસટી બસની વિશેષ સેવાનો લાભ 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધીમાં લઈ શકશે. એડવાન્સ ઓનલાઈન બુકિંગ www.gsrtc.in અને gsrtc એપથી કરવી શકાશે. તેમજ એસટી નિગમના અધિકૃત એજન્ટો દ્વારા બુકિંગ કરવી શકાશે.
દિવાળીના તહેવારોમાં ખાનગી બસોના ભાડા વધી જતાં હોય છે અને તહેવારોમાં મુસાફરી કરવી સામાન્ય લોકોને મોંઘી પડતી હોય છે. ત્યારે એસટી નિગમ વ્યાજબી દરે સુરક્ષિત મુસાફરી કરાવવા માટે સજ્જ બન્યું છે. એસટી બસમાં એક જ પરિવારની 4 કરતા વધુ ટિકિટ બુક કરાવશે તો 5 ટકા ડિસ્કાઉન્ટ આપશે અને સાથે જ રિર્ટન ટિકિટ બુક કરાવશે તો ટિકિટના ચાર્જ પર 10 ટકા ડિસ્કાઉન્ટ એસટી નિગમ આપશે. દિવાળીના તહેવારમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ તૈયાર છે.