Home /News /gujarat /Soybean Benefits: દૂધ અને નોનવેજથી પણ વધુ પાવરફુલ છે સોયાબીન, જાણો તેના ફાયદા

Soybean Benefits: દૂધ અને નોનવેજથી પણ વધુ પાવરફુલ છે સોયાબીન, જાણો તેના ફાયદા

સોયાબીનનાં ફાયદા

Health Tips: સોયાબીન સ્ત્રીરોગ સંબંધીમાં પણ ઉપયોગી છે અને તેના સેવનથી શરીરમાં કેટલાક એવા હોર્મોન્સ નીકળે છે, જે આપણું માનસિક સંતુલન જાળવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

Soybean Benefits: જ્યારે પ્રોટીનયુક્ત (Protein) ખોરાકની વાત આવે છે, ત્યારે સોયાબીન (Soybean)નો ઉલ્લેખ જરૂરથી થાય છે. સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે. સોયાબીનમાં માંસ કરતાં વધુ પ્રોટીન હોય છે. આ એકમાત્ર શાકાહારી વસ્તુ છે, જેમાં આપણા શરીરને જરૂરી તમામ એમિનો એસિડ મળી આવે છે. સોયાબીનને વેજ-મીટ પણ કહેવામાં આવે છે, કારણ કે તમામ એમિનો એસિડ અન્ય કોઈ શાકાહારી ખોરાકમાં જોવા મળતા નથી. એટલા માટે શાકાહારીઓને સલાહ આપવામાં આવે છે કે શાકભાજી એકબીજા સાથે મિક્સ કરીને ખાવા જોઈએ. જેથી કરીને તમામ જરૂરી તત્વો શરીરને મળી રહે. જો કેઆ બાબતમાં સોયાબીન અન્ય તમામ શાકાહારી ખોરાકથી તદ્દન અલગ છે

સોયાબીન માત્ર પ્રોટીનથી ભરપૂર નથી પરંતુ તેમાં વિટામિન અને મિનરલ્સ પણ મળી આવે છે. સામાન્ય રીતે ખાવા સિવાય સોયાબીનનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં પણ થાય છે. તો ચાલો જાણીએ હેલ્થ સાઈટ મુજબ સોયાબીનના ફાયદાઓ વિશે.

પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે સોયાબીન

સોયાબીનમાં 38-40 ટકા પ્રોટીન, 22 ટકા તેલ, 21 ટકા કાર્બોહાઇડ્રેટ, 12 ટકા ભેજ અને 5 ટકા ભસ્મ હોય છે. તેની સરખામણીમાં માંસમાં 26 ટકામાં ઈંડામાં 13 ટકા, માછલીમાં 15 ટકા, કઠોળમાં 20 ટકા અને દૂધમાં લગભગ સાડા ત્રણ ટકા પ્રોટીન જોવા મળે છે. ઉપરાંત, અન્ય શાકાહારી વસ્તુઓથી વિપરીત સોયાબીનમાં શરીર માટે જરૂરી તમામ એમિનો એસિડ જોવા મળતા હોય છે. તેથી પ્રોટીનના સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે સોયાબીન શાકાહારીઓ માટે વરદાનથી ઓછું નથી.

સોયાબીનના અન્ય લાભ

સોયાબીનમાંથી આપણને સારી માત્રામાં પ્રોટીન મળે છે, એટલું જ નહીં પણ તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય ઘણા તત્વો પણ મળી આવે છે. ડોક્ટરોના મતે તેનો ઉપયોગ અનેક પ્રકારની સારવારમાં પણ થઈ શકે છે. ખાસ કરીને શારીરિક નબળાઈ અને વાળ અને ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવા માટે સોયાબીન અસરકારક સાબિત થાય છે. સોયાબીનનો ઉપયોગ બોડી બિલ્ડીંગ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. શરીરમાં નવા કોષો બનાવવાની સાથે તે ક્ષતિગ્રસ્ત કોષોને રિપેર કરવાનું પણ કામ કરે છે.

સોયાબીન સ્ત્રીરોગ સંબંધીમાં પણ ઉપયોગી છે અને તેના સેવનથી શરીરમાં કેટલાક એવા હોર્મોન્સ નીકળે છે, જે આપણું માનસિક સંતુલન જાળવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. પ્રોટીનની સાથે તેમાં લગભગ 20 ટકા સારા ફેટ પણ હોય છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે સાથે જ આપણું મેટાબોલિઝમ પણ નિયંત્રિત રાખે છે. સોયાબીનમાં કેલ્શિયમની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે. આ સાથે બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

સોયાબીન ખાવાની રીત

આપણે એક દિવસમાં 100 ગ્રામ સોયાબીન ખાઈ શકીએ છીએ. સાથે જ આ પ્રોટીનની આપણી દૈનિક જરૂરિયાતના અડધાથી વધુને પૂર્ણ કરે છે. સોયાબીનનો ઉપયોગ વિવિધ રૂપમાં કરી શકાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે અને આ માટે તેને પહેલા પાણીમાં અથવા તેના દાણાને પાણીમાં પલાળીને તેનો ઉપયોગ કરી શકાય છે. આના કારણે તે ન માત્ર પચવામાં સરળ રહે છે પરંતુ તેની કડવાશ પણ દૂર થઈ જાય છે. આ સિવાય આજકાલ સોયા-દૂધ અને સોયા-કર્ડ પણ ટ્રેન્ડમાં છે.
First published:

Tags: Healthy Food, Lifestyle, Soya bean

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો