ખેડૂતો માટે આનંદના સમાચાર! કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન

હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસની સિઝનનો વરસાદ 15 થી 22 જૂન સુધીમાં આવી જશે

હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસની સિઝનનો વરસાદ 15 થી 22 જૂન સુધીમાં આવી જશે

  • Share this:
અમદાવાદ. જગતના તાત માટે આનંદના સમાચાર.. દેશમાં ચોમાસા (Monsoon 2021)નું વિધિવત આગમન થયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે કેરળમાં ચોમાસા (Monsoon in Kerala)નું આગમન થઈ ગયું છે. હવે ધીમે ધીમે દેશના અન્ય ભાગોમાં ચોમાસુ સક્રિય થશે. જો કે હવામાન વિભાગે 31 મેના કેરળ (Kerala)માં ચોમાસાનું આગમને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. સાથે 5 દિવસ આગળ પાછળ ચોમાસુ બેસવાનું અનુમાન હતું પરંતુ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 3 જૂન એટલે કે આજે ચોમાસાનું કેરળમાં વિધિવત આગમન થઈ ગયું છે.

ગુજરાતમાં ચોમાસુ (Monsoon in Gujarat) 15 જુનથી શરૂ થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસની સિઝનનો વરસાદ 15 થી 22 જૂન સુધીમાં આવી જશે. જોકે ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી (Pre Monsoon Activity) ચાલી રહી છે અને થન્ડર સ્ટોમ (Thunder Storm)ના કારણે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ થયો છે.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહન્તી (Manorama Mohanty)એ જણાવ્યું છે કે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહશે. તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહશે. અન્ય વિસ્તારોમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો, Gold Price Today: સતત સસ્તું થઈ રહ્યું છે સોનું, આજે પણ ઘટ્યો ભાવ, ચેક કરો 10 ગ્રામનો રેટ

3 જૂનના રોજ ડાંગ, સુરત, ભરૂચ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, 4 જૂનના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

5 જૂનના રોજ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી તેમજ દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દિવમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે.
6 જૂનના રોજ આણંદ, સુરત, તાપી, ભાવનગર, અમરેલીમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો, દેશવાસીઓને મળશે વધુ એક સ્વદેશી વેક્સીન, સરકારે 30 કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર

હવામાન વિભાગનું ચોમાસાને લઈ શું છે પૂર્વાનુમાન?

હવામાન વિભાગ મુજબ આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે, તેમજ જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતમાં 92 થી 108 ટકા વરસાદ થવાનું અનુમાન છે.દક્ષિણ ભારતમાં 93 થી 107 ટકા વરસાદનું અનુમાન છે. ઉતરપૂર્વ ભારતમાં 95 ટકા વરસાદ, મધ્યભારતમાં 106 ટકા વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.
Published by:Mrunal Bhojak
First published: