Home /News /gujarat /

સુરત : વરાછા વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, ચોકલેટની લાલચ આપી બોલાવી

સુરત : વરાછા વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, ચોકલેટની લાલચ આપી બોલાવી

રાછા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની ધરપકડ કરી

surat news- વરાછા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની ધરપકડ કરી

    સુરત : સુરતમાં (Surat)ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતમાં હત્યા (Murder)અને બળાત્કારની (Rape)ઘટનાઓ સતત સામે આવી રહી છે. પાંડેસરા વિસ્તારમાં બાળકીના અપહરણ બાદ બળાત્કાર અને હત્યાની ઘટનાના આરોપી પકડાયોને 24 કલાક નથી થયા તો સુરતના વરાછા (Varachha)વિસ્તારમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.

    વરાછાના બરોડા પ્રિસ્ટેજ ખાતે પરિવાર સાથે રહેતી 12 વર્ષની સગીરા પોતાના ઘર પાસે બેસી હતી ત્યારે યુવાને તેને ચોકલેટની લાલચ આપીને નજીક બોલાવી હતી અને તેની સાથે શારીરિક છેડછાડ બાદ દુષ્કર્મ આચર્યું હતું. યુવક દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ આ બાળકીને છોડી મુકતા બાળકીએ ઘરે પહોંચી સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા પરિવાર તાત્કાલિક વરાછા પોલીસ મથકે દોડી જઈ યુવક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

    આ પણ વાંચો - સુરત : ટેક્સટાઇલ ડિઝાઇનરે પત્નીની હત્યા કરી, આવી રીતે થયો ખુલાસો

    વરાછા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેને જે દુષ્કર્મ આચર્યાની કબુલાત કરતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં સતત નાની બાળાઓ સાથે જે પ્રકારની ઘટના બની રહી છે તેને લઈને પોલીસે આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે.

    આ પણ વાંચો - વલસાડ : જાહેર કાર્યક્રમમાં ગાયકે યુવતીની છેડતી કરતાં મામલો ગરમાયો, યુવતીએ પગે પડાવી માફી મંગાવી

    સુરત : અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા

    સુરતના પાંડેસરામાં દિવાળીના દિવસે થયેલ અપહરણ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)આરોપીની ધરપકડ કરી છે. આરોપી ગુડડું મધેશ યાદવ મૂળ બિહારનો વતની છે અને સુરતના પાંડેસરામાં ભગવતી નગરમાં રહી ફેક્ટરીમાં કામ કરતો હતો. દિવાળીના દિવસે મૂળ બિહારનો વતની ગુડડું યાદવે અઢી વર્ષની માસુમનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 100 પોલીસ કર્મીની ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને માસુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં આરોપી ગુડડું માસુમને લઈ જતા નજરે પડ્યો હતો. આ પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Surat news, બળાત્કાર, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन