સુરત : સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની નજર સામે પુત્રીની છેડતી, મારી નાખવાની ધમકી આપી
સુરત : સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની નજર સામે પુત્રીની છેડતી, મારી નાખવાની ધમકી આપી
એક યુવક છોકરીના શરીર પર હાથ ફેરવી તેની શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો, અધિકારી અને તેની પુત્રીને ધમકી આપી- મેં કસમ ખાતા હું, તુમ બાપ-બેટી કો ઇધર હી મારૂંગા, છોડુંગા નહીં
એક યુવક છોકરીના શરીર પર હાથ ફેરવી તેની શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો, અધિકારી અને તેની પુત્રીને ધમકી આપી- મેં કસમ ખાતા હું, તુમ બાપ-બેટી કો ઇધર હી મારૂંગા, છોડુંગા નહીં
સુરત : સુરતમાં મહિલાની છેડતીની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારી ગતરોજ પોતાની પુત્રી સાથે વેસુ વિસ્તારમાં આવેલ આગમ આર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. તે દરમિયાન તેમનો જૂનો પાડોશી મધુર ખેતાન પણ ત્યાં હાજર હતો. મધુર અને તેના ભાઇ સનાતન ખેતાને યુવતીઓની મશ્કરી અને અશ્લીલ કમેન્ટ કરવાની કુટેવ હોવાથી અધિકારીએ તેમની પુત્રીને ઝડપથી દુકાનમાંથી ખરીદી કરી પરત આવવા કહ્યું હતું.
જોકે આ અધિકારીની દીકરી જ્યાં ખરીદી કરતી હતી તેની સામેના ભાગે બંને રોમિયોગીરી કરવા ઉભા હતા. થોડીવારમાં આ બંને ભાઈ આ યુવતી જ્યાં ખરીદી કરતી હતી ત્યાં પહોંચી ગયા હતા. એક યુવક છોકરીના શરીર પર હાથ ફેરવી તેની શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતા. યુવતીએ છેડતી બાબતે તેના પિતાને કહેતા પિતાએ પોતાની પુત્રીની છેડતી કરનાર યુવાનને બે તમાચા મારી દીધા હતા. જેને લઈને બંને ભાઈ ઉશ્કેરાયા હતા અને અધિકારી અને આ રોમિયો યુવાનો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘટના મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. જોકે રોમિયોગીરી કરતા યુવાનનો પરિવાર માથાભારેની છાપ ધરાવતા હોવાને લઈને અધિકારીએ આ યુવાનો સાથે સમાધાન કરી લીધું હતું. આ મામલો પતિ ગયો હતો અને અધિકારી પોતાની પુત્રી સાથે ત્યાંથી નીકળીને ઘરે આવી ગયા હતા.
જોકે આ પછી રોમિયોગીરી કરતો યુવાન અને તેના પિતા આ અધિકારીના ઘરે પહોંચી ગયા હતા. સનાતન અને તેમના પિતા સંજય ખેતાને ઘરે આવીને અધિકારી સાથે ઝપાઝપી કરી હતી પરંતુ સોસાયટીના અન્ય રહીશો એક્ઠા થઇ ગયા હોવાથી તેમણે સનાતને પકડી લીધો હતો. સનાતને અધિકારી અને તેની પુત્રીને ધમકી આપી હતી કે મેં કસમ ખાતા હું, તુમ બાપ-બેટી કો ઇધર હી મારૂંગા, છોડુંગા નહીં. જેને પગલે છેવટે અધિકારીએ મધુર, સનાતન અને સંજય ખેતાન વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર