Home /News /gujarat /

સુરત : યુવાને 16 વર્ષની તરુણીને પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી, આવી રીતે વાત આવી બહાર

સુરત : યુવાને 16 વર્ષની તરુણીને પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી, આવી રીતે વાત આવી બહાર

પોલીસે (Police)સમગ્ર મામલે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Surat Crime- યુવકે તરુણીને વારંવાર હોટલમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી

સુરત : પાંડેસરામાં પાડોશી યુવાન પ્રેમીએ વિદ્યાર્થિની સાથે શારીરીક સંબંધ બનાવી ગર્ભવતી (Pregnant)બનાવતા ચકચાર મચી જવા પામી છે. પેટના દુખાવા સાથે નવી સિવિલમાં (Civil Hospital)માતા સાથે ચેકઅપ માટે આવેલી તરુણીને સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. તરુણીની પૂછપરછમાં તે જે યુવાન સાથે પ્રેમ કરતી હતી તેણે વારંવાર ઓયો હોટલમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી બનાવી હતી. પોલીસે (Police)સમગ્ર મામલે યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરા વિસ્તારમાં રહેતી અને 11મા ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષીય તરુણીને પાંચેક મહિનાથી માસિક નહીં આવતું હોવાનું અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં માતા તેને ગત 20મીએ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવી હતી. ચેકઅપ કરવામાં આવતાં આ તરુણીને સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાનું તબીબે જણાવ્યું હતું. જે તે સમયે સારવાર લઇ ઘરે જતી રહેલી માતા 22મીએ પુત્રીને લઇને નવી સિવિલમાં પરત આવી હતી અને પુત્રીના ભવિષ્યને લઇ ગર્ભપાત કરી આપવા વિનંતી કરી હતી. જોકે, ગર્ભપાત માટે પોલીસની મંજૂરી જરૂરી હોવાનું જણાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ પણ વાંચો - સુરત : દમણથી દારૂ પી પરત ફરેલા 34 ઝડપાયા, 7 સિનિયર સિટીઝન, ભક્તિ કરવાની ઉંમરે થયા ટલ્લી

પાંડેસરા પોલીસે આ તરુણીની પૂછપરછ કરતાં આ કૃત્ય તેના પ્રેમી વિનોદ ચિરંજીલાલ કેશરવાનીએ શારીરિક સંબંધ બાંધતા આ ગર્ભ રહ્યાનું જણાવ્યું હતું. એક વર્ષ પહેલાં આ 24 વર્ષીય યુવાન યુવતીના ઘર સામે જ રહેતો હતો ત્યારથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જોકે પરિવારને ખબર પડી જતાં આ યુવાન ત્યાંથી ઘર ખાલી કરીને બીજે રહેવા જતો રહ્યો હતો. પોતે જ્યારે સિવણ કામ શીખવા જતી ત્યારે આ યુવાન તેના મળતો અને પાંડેસરા ડી માર્ટ નજીક આવેલી હોટલ ઓયોના રૂમમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધતો હતો.

આ પણ વાંચો - સુરત : ચોરી કરવા ગયેલા ચોર ઉપર એસીનું મશીન પડતા ઘટનાસ્થળે મોત, જુઓ લાઇવ Video

આ રીતે ત્રણેક વખત આ હોટલમાં લઇ જઇ યૌનશોષણ કરતાં તરુણીને ગર્ભ રહી ગયો હતો. જો કે પોલીસે સમગ્ર મામલે આરોપી વિનોદ ચિરંજીલાલ કેશરવાનીની ધરપકડ કરી હતી. તરુણી પુખ્ત વયની ન હતી છતાં હોટલના રૂમમાં તેને કઇ રીતે એન્ટ્રી અપાતી હતી તેને લઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Civil Hospital, Surat Crime, ગુનો, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन