સુરત : પરિવારનું ભરણ પોષણ કરવામાં નિષ્ફળ રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો

સુરત : પરિવારનું ભરણ પોષણ કરવામાં નિષ્ફળ રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો
લોકડાઉન બાદ તેનું કામ બરાબર ચાલતું ન હતું જેના કારણે તેને નાણાંકીય તકલીફ પડતી હતી

લોકડાઉન બાદ તેનું કામ બરાબર ચાલતું ન હતું જેના કારણે તેને નાણાંકીય તકલીફ પડતી હતી

  • Share this:
સુરત : સુરતમાં કોરોના મહામારી વચ્ચે થયેલા લોકડાઉન પછી બાદ આજે પણ વેપાર ઉદ્યોગ બરાબર ના થતા ઘણા યુવાનોને નોકરી નથી મળી રહી જેને લઇને સતત આર્થિક ભીંસમાં સપડાયેલા રહે છે. પરિવારથી આર્થિક જરૂરિયાત પુરી ના કરી શકતા આપઘાત કરી બેસે છે. સુરતમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. યુવાન પરિવારનું ભરણ પોષણ કરવામાં નિષ્ફળ રહેતા આપઘાત કર્યો છે.

સુરતના નાના વરાછામાં શક્તિ વિજય સોસાયટીમાં રહેતો અમિત જયંતીલાલ હાથીવાલા સંચાખાતામાં નોકરી કરતો હતો. લોકડાઉન બાદ તેનું કામ બરાબર ચાલતું ન હતું જેના કારણે તેને નાણાંકીય તકલીફ પડતી હતી. સતત પ્રયાસ બાદ પણ તેને નોકરી નહીં મળતા પરિવારની આર્થિક જરૂરિયાત અને ભરણ પોષણ કરવામાં તે નિષ્ફળ રહ્યો હતો. જેને લઈને તે સતત માનસિક તાણમાં ફરતો હતો. આ કારણે આવેશમાં આવી ગતરોજ આ યુવાને પોતાના ઘર નજીક આવેલ અમીદીપ શો રૂમ પાસે ઝેરી દવા પી ગયો હતો.આ પણ વાંચો - વલસાડ : અપક્ષ કોર્પોરેટર સામાન્ય સભામાં જૂતાનો હાર પણ લાવ્યા, જાણો આ પાછળનું રસપ્રદ કારણ

ત્યાંથી પસાર થતા કેટલાક લોકોને આ ઘટનાની જાણકારી મળતા લોકો એકત્ર થઇ ગયા હતા. તાત્કાલિક આ યુવાનના પરિવારને જાણકારી આપી આ યુવાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં આ યુવાનું મોત થયું હતું. યુવાનના મોતને લઈને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે.

ઘટનાની જાણકારી પરિવારે પોલીસને આપતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી જઈને આ મામલે ગુનો નોંધી પરિવારની પૂછપરછ કરી હતી. નોકરી નહીં મળવાને લઈને છેલ્લા કેટલાક સમયથી આ યુવાન માનસિક તાણમાં ફરતો હતો અને આવેશમાં આવીને આ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:March 15, 2021, 16:52 pm

ટૉપ ન્યૂઝ