સુરત : એસિડ એટેકની ધમકી આપી કહેતો તારા પતિને ડિવોર્સ આપી દે, હું તને અપનાવી લઈશ

સુરત : એસિડ એટેકની ધમકી આપી કહેતો તારા પતિને ડિવોર્સ આપી દે, હું તને અપનાવી લઈશ
મહિલાને એસિડ એટેકની ધમકી આપનાર યુવાન ઝડપાયો

મહિલાને એસિડ એટેકની ધમકી આપનાર યુવાનને પોલીસે ઝડપ્યો, મહિલાના પતિનો મિત્ર તેના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો

  • Share this:
સુરત : સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિના મિત્ર સામે ફરિયાદ આપી છે. મહિલાના પતિનો મિત્ર તેના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મહિલા તેના તાબે ન થતાં પતિના મિત્રએ તેની પર એસિડ અટેક કરવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં છેલ્લા થોડા સમયથી મહિલાઓની છેડતી અને દુષ્કર્મની ઘટના સતત સામે આવી રહી છે. સુરતના જ એક કેસમાં એક યુવકે એક મહિલાને પામવા માટે તેના પર એસિડ અટેકની ધમકી આપી હતી. સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી અને નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરતી મહિલાને અન્ય કોઈ નહીં પરંતુ તેના પતિના મિત્રએ જ એસિડ અટેકની ધમકી આપી છે. ચોકબજાર ખાતે રહેતો એહતેશામ ઉર્ફ જાવીદ હોટેલવાલા ફરિયાદી મહિલાના પતિનો મિત્ર છે. ફરિયાદી મહિલા આરોપીની પત્નીની સારી મિત્ર હોવાથી અવારનવાર આરોપીના ઘરે જતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી એહતેશામ આ મહિલાને ખરાબ નજરથી જોવા લાગ્યો હતો. આ ઉપરાંત તેણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવવાના શરૂ કરી દીધા હતા. આ દરમિયાન યુવાન ફરિયાદી મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મહિલા તેના તાબે ન થતાં મહિલાને સતત કહેતો હતો કે, તારો યાર કોન છે તે શોધીને જ રહીશ.આ પણ વાંચો - નવસારી : અંગ્રેજી મીડિયમમાં ભણતી સગીર યુવતીને મજૂર યુવાન સાથે થયો પ્રેમ, ઘરેથી ભાગી ગઈ

દરમિયાન આ બાબતે યુવાન તરફથી મહિલાના પતિના કાન પણ ભરવામાં આવ્યા હતા. આથી મહિલાનો પતિ પણ મહિલા પર શંકા કરવા લાગ્યો હતો. આ શંકાને લઈને તેનો પતિ તેને છૂટાછેડા આપવાનું કહેતો હતો. બીજી તરફ એહતેશામ ફરિયાદી મહિલાને કહે તો હતો કે, તારા પતિને ડિવોર્સ આપી દે, હું તને અપનાવી લઈશ. એટલું જ નહીં, એહતેશામ મહિલાની ઓફિસ સુધી પહોંચી જઈને ફોન કરતો હતો. આરોપી મહિલાને કહેતો હતો કે, આપણે ગેસ્ટહાઉસમાં જઈશું. જોકે મહિલા આરોપી યુવાનની વાત માનતી ન હતી. આથી એક દિવસ યુવાને મહિલાને કહ્યું હતું કે, 'મારી વિરુદ્ધ નવસારીમાં અપહરણનો ગુનો દાખલ થયેલો છે. તને ઊંચકી જતા વાર નહીં લાગે. તને કોઈ પણ હિસાબે પામવી છે.'

મહિલા જ્યારે આ હરકતો વિશે તેના મિત્ર અને યુવકની પત્નીને ફરિયાદ કરવા ગઈ હતી ત્યારે યુવાને ફરિયાદી સાથે મારામારી કરી હતી. બાદમાં ફરિયાદી એહતેશામે મહિલાને ધમકી આપી હતી કે, જો મારી નહીં થાય તો અકસ્માત કરાવીને મરાવી દઇશ અથવા મો પર એસિડ ફેંકી દેશે. આખરે મહિલાએ યુવકની સતત પજવણી અને છેડતીથી પરેશાન થઈને એહતેશામ વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં એસિડ એટેકની ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપી એહતેશામની ધરપકડ કરી છે.
Published by:Ashish Goyal
First published:December 29, 2020, 15:22 pm