સુરત : સુરતમાં (Surat)દારૂના (Alcohol)નશામાં યુવકે પાણીની જગ્યા પર એસિડ (Acid)ગટગટાવી લેતા યુવકનું કરુણ મોત નિપજ્યું છે. પિતાના મૃત્યુ બાદ વતનથી રોજીરોટી તલાશમાં સુરત આવ્યો હતો. યુવકના નિધનથી બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો છીનવાઇ ગયો છે. પરિવારજનો શોકમાં ગરકાવ થઇ જવા ગયા છે. પાંડેસરા પોલીસે (Pandesara Police)આ ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે.
યુવક મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો જિતેન્દ્ર સુરત આવીને સંચા ખાતામાં કામ કરતો હતો. તે પોતાની સાથે વતનમાં રહેતા બે બહેન અને માતાનું પણ ગુજરાન ચલાવતો હતો. જોકે ગત રોજ યુવક દેશી દારૂની ત્રણ જેટલી પોટલી પી જતા તેને દારૂનો નશો ચડ્યો હતો અને તે દારૂ પીધા બાદ પાણી પીવાને જગ્યા પર ભૂલમાં એસિડ ગટગટાવી ગયો હતો.
આવી ભૂલ થયા પછી તેણે પોતાની રૂમમાં જઈ પોતાના રૂમમાં રહેતા મિત્રોને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી કે તેણે એસિડ પી લીધું છે. આ સાંભળી તમામ રૂમ પાર્ટનર ચોંકી ગયા હતા. યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. 22 વર્ષના ઉંમરના યુવકના મોતની વાત વતનમાં રહેતા પરિવારને થતા પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો.
જિતેન્દ્ર સંચાના કારખાનામાં સંચા કારીગર તરીકે કામ કરતો હતો. ત્રણ પોટલી બહાર પીને આવ્યો હતો. ત્રણ પોટલી સાથે લઈને આવ્યો હતો. જિતેન્દ્રની એક બહેનના આવતા મહિને લગ્ન પણ લેવાના હતા. જોકે યુવકને મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. વિસ્તારના મોટાભાગના લોકો સંચા ખાતામાં કામ કરે છે અને દેશી દારૂ પીવાની લત હોય છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર