Home /News /gujarat /

સુરત : લગ્ન માટે તાબે નહી થનાર યુવતીને કોલેજના મિત્રએ જાહેરમાં વાળ ખેચી તમાચા માર્યા

સુરત : લગ્ન માટે તાબે નહી થનાર યુવતીને કોલેજના મિત્રએ જાહેરમાં વાળ ખેચી તમાચા માર્યા

કોલેજમાં સુમીત ઉર્ફે સન્ની જયેશ પટેલ સાથે મિત્રતા હતી. કોલેજનો અભ્યાસ પુરો થયા બાદ પણ સુમીત તેને અવાર નવાર ફોન કરી, રૂબરૂ મળી તેમજ ઘરે આવી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો

કોલેજમાં સુમીત ઉર્ફે સન્ની જયેશ પટેલ સાથે મિત્રતા હતી. કોલેજનો અભ્યાસ પુરો થયા બાદ પણ સુમીત તેને અવાર નવાર ફોન કરી, રૂબરૂ મળી તેમજ ઘરે આવી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો

સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાલિકાના કર્મચારીની 26 વર્ષીય દીકરીને એક તરફી પ્રેમમાં પાગલ બનેલા કોલેજના મિત્રએ લગ્ન કરવા માટે દબાણ કરી જાહેરમાં રસ્તામાં રોકી વાળ ખેચીને લાફા માર્યા હતા. તેમજ પરિવારને જાનથી મારી નાંખવાની અને યુવતીના મોઢા ઉપર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. જેથી યુવતીના પરિવારે આ યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાલિકાના કર્મચારીની 26 વર્ષીય દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. તેને કોલેજમાં સુમીત ઉર્ફે સન્ની જયેશ પટેલ સાથે મિત્રતા હતી. કોલેજનો અભ્યાસ પુરો થયા બાદ પણ સુમીત તેને અવાર નવાર ફોન કરી, રૂબરૂ મળી તેમજ ઘરે આવી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. સુમીત આ રીતે 2017થી હેરાન પરેશાન કરતો હતો. દરમિયાન એક દિવસે યુવતીને રસ્તામાં રોકી વાળ ખેચીને બે ત્રણ લાફા માર્યા હતા. તેમજ તેના માતા-પિતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીના મોઢા ઉપર એસિડ એટેક કરી મોઢુ બગાડી નાંખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો - પ્રાથમિક શાળામાં 3900 શિક્ષકો સહિત કોલેજમાં પ્રાધ્યાપક, ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી કરાશે

સુનીત પટેલ 2017થી યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરી હેરાન કરતો હતો. યુવતી ક્લાસીસમાં ભણવા માટે જતી હતી તે વખતે પણ તેનો પીછો કરી કલાસીસ પાસે આવી હેરાન કરતો હતો. તેના કારણે તેની નોકરી પણ ગઈ હતી. સુમીતે યુવતીનું જીવવાનું હરામ કરી નાખ્યું હતુ. સુમીતને તેની માતા હેમાબેન પણ મદદ કરતી હતી.

કંટાળીને આખરે યુવતતીએ પોતાની સાથે બની રહેલ ઘટના મામલે જાણકારી આપતા આ યુવતીના પરિવાર તાત્કાલિક કતારગામ પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ યુવતીના એક તરફી પ્રેમ પાગલ બનેલા યુવાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Latest gujarati news, Latest News, Latest today news, Police station, ગુજરાતી ન્યૂઝ, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन