સુરત : હથિયાર રાખવાનો શોખ સંતોષવા અને મિત્રોમાં ભય ઉભો કરવા માટે વતન યુ.પીથી બે મહિના પહેલા તમંચો લઇ આવનાર યુવાનને પાંડેસરા પોલીસે વડોદ ગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ યુવાન પાસેથી પોલીસને બે તલવાર પણ મળી આવતા પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ પર પ્રાંતીય વિસ્તારમાં સામાન્ય બાબતે જીવલેણ હુમલા સાથે હત્યાની સતત ઘટના બને છે. આ વિસ્તારમાં રહેતા અને પર પ્રાંતના યુવાનો પોતાની સાથે પોતાનો શોખ અથવા લોકોમાં ભય ઉભો કરવા માટે હથિયાર પોતાના વતનથી ગેરકાયદેસર લઇને આવતા હોય છે. ત્યારે આવા યુવાનોને શોધી નાખવા પોલીસની ટીમો કામે લાગી છે.
પોલીસને માહિતી મળી હતી કે મૂળ તીનવારી, જિ. બાંદા, યુ.પીનો વતની અને હાલમાં પાંડેસરા વડોદ ગામ ખાતે આવેલ ગોકુલધામમાં રહેતો 19 વર્ષીય કુલદીપ ગુલાબસિંગ ઠાકુર નામનો યુવાન પોતાના મિત્રો સાથે વટ પાડવા, ધાક જમાવા અને પોતાનો હથિયારનો શોખ પૂરો કરવા બે મહિના પહેલા વતનથી આવ્યો ત્યારે એક દેશી હાથ બનાવતો તમંચો લઇને આવ્યો હતો. આ યુવાન હથિયાર પોતાની કમરમાં રાખીને ફરે છે તેવી માહિતી હતી. આ યુવાન વડોદ ગામ ખાતે આવેલ ગોકુલધામ આવાસની પાછળ ખુલ્લા મેદાનમાં આવેલા પાનના ગલ્લે આવ્યો હોવાની માહિતી પોલીસે હતી. જેથી વોચ રાખીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આ યુવાનની તલાશી લીધી ત્યારે તેની કમરમાંથી એક તમંચો મળી આવ્યો હતો અને તેની પાસે રહેલ બેગમાંથી બે નાની તલવાર મળી આવી હતી. આથી આ યુવાન વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી. આ યુવાનની પૂછપરછ કરતા પોતાને હથિયારનો શોખ હોવાને કારણે, આ શોખ પૂરો કરવા અને મિત્રો સાથે વટ પાડવા માટે આ હથિયાર લઇને ફરતો હોવાની કબૂલાત કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર