Home /News /gujarat /

વલસાડના કપરાડા અને ધરમપુર જંગલમાં પુષ્પારાજ!  લાકડા ચોરનો પીછો કરતી પોલીસ પર ચઢાવી દીધી ટ્રક

વલસાડના કપરાડા અને ધરમપુર જંગલમાં પુષ્પારાજ!  લાકડા ચોરનો પીછો કરતી પોલીસ પર ચઢાવી દીધી ટ્રક

ઝડપાયેલા આરોપીઓ

Valsad news: લાકડાચોરોએ પોલીસ પર ટ્રક ચડાવવાનો કર્યો પ્રયાસ કર્યો જોકે, પોલીસની ટીમનો આબાદ બચાવ થયો હતો.



    ભરતસિંહ વાઢેર, વલસાડ: જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના જંગલ વિસ્તારમાં જાણે પુષ્પા રાજ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારમાંથી થતા ખેરના લાકડાની ચોરીનું રેકેટ ઝડપવા વલસાડ  એલસીબીની ટીમે લાકડા ચોરોનો પીછો કરતાં લાકડાચોરોએ  એલસીબીની ટીમ પર જ ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરી અને ફરાર થયા હતા. જોકે, પોલીસે લાકડા ચોર ટ્રકચાલક અને ક્લીનરની સહિત  ખેરના લાકડા ભરેલી ટ્રકનું પાયલટિંગ કરતી કારના ચાલકની પણ ધરપકડ કરી હતી. જે બાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    બનાવની વિગત મુજબ, વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી જંગલ વિસ્તારમાંથી ખેરના લાકડાની ચોરીનું મસમોટું રેકેટ વલસાડ એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. જોકે, ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા એક ટ્રકને રોકવા જતા  લાકડા ચોરોએ પોલીસ પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે પોલીસની ટીમનો આબાદ બચાવ થયો હતો

    ફરાર થતી ટ્રકનો પીછો કરી અને પોલીસે ગેરકાયદેસર ખેરના લાકડાની હેરાફેરી કરવાના ગુનામાં ટ્રકના ચાલક ક્લીનર અને ટ્રક નું પાયલોટિંગ કરી રહેલી કારના ચાલકની પણ ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. આ લોકોના કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, છેલ્લા કેટલાક સમયથી વલસાડના અંતરિયાળ પહાડી જંગલ વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ખેરના લાકડાની ચોરીનું મસમોટું રેકેટ ચાલી રહ્યું છે. આ રેકેટમા સંડોવાયેલા આરોપીઓ ખેરના લાકડા ટ્રકમાં  ભરી અને ગેરકાયદેસર રીતે તેના હેરાફેરી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. આથી વલસાડ એલસીબી પોલીસે ધરમપુર નાનાપોન્ઢા રોડ પર વોચ ગોઠવી હતી.

    આ દરમિયાન રોડ પરથી પસાર થતી બાતમિવાલી  ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આથી પોલીસ ની ટીમ હોવાનું જાણી ટ્રકમાં સવાર લાકડાચોરો એ પોલીસની ટીમ પર પણ ટ્રક ચડાવવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે પોલીસની ટીમનો આબાદ બચાવ થયો હતો. પોલીસની ટીમે આ કાર્યવાહીમાં  ખેરના લાકડા ભરી અને ફરાર થઈ રહેલા ટ્રક ચાલક મૂળ મહારાષ્ટ્રના નિશાર અહેમદ ઉર્ફે ગબ્બર શેખ  અને ક્લીનર તસ્કીન ઉર્ફે સલમાન મસૂદ શેખ નામના આ બંને આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા. તો ખેરના લાકડા ભરેલી ટ્રકનું પાયલોટીંગ કરતી કારના ચાલક ધરમપુરના ફૂલવાડી ગામના અજય પટેલની પણ ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ચોરી, વલસાડ

    આગામી સમાચાર