સુરત : લૉકડાઉનમાં આવક ન હોવાથી વીજ બિલ માફી માટે મહિલાઓએ ચક્કાજામ કર્યો

સુરત : લૉકડાઉનમાં આવક ન હોવાથી વીજ બિલ માફી માટે મહિલાઓએ ચક્કાજામ કર્યો
સુરત : કોરોના વાયરસને લઈને લૉકડાઉનમાં વીજ બિલ માફી માટે મહિલાઓએ ચક્કાજામ કર્યો

મહિલાઓએ ચક્કાજામ કરીને પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો

  • Share this:
સુરત : કોરોના વાયરસને લઇને બે મહિના લૉકડાઉનના કારણે આવક ન હોવાને લઇને સરકાર વીજ બિલ અને વેરા બિલમાં માફી આપે તે માટે સુરતના ઉન વિસ્તારની મહિલાએએ રસ્તા પર ઉતરી વીજ કંપની ઓફિસ સામે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ ચક્કાજામ કરીને પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા જે લૉકડાઉન આપવામાં આવ્યુ હતું તેને લઇને લોકોની ખરાબ થઈ છે. બે મહિના સુધી આવક નહીં હોવાને લઇને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ત્યારે સૌથી વધુ અસર ગરીબ પરિવારો પર જોવા મળે છે. ત્યારે બે મહિનાનું વીજ બિલ કંપની દ્વારા એક સાથે આપવામાં આવતા ગરીબ પરિવાર બિલ ભરે કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. જેને લઈને સુરતના ઉન વિસ્તારમાં નેશનલ પ્લાઝા ખાતે આવેલી વીજ કંપનીની ઓફિસ પર તે વિસ્તાર મહિલાઓનું ટોળું પહોંચ્યું હતું અને લૉકડાઉનને લઇને આપવામાં આવેલ બિલ માફ કરવા માટે રજુઆત કરી હતી.
વીજ બિલ સાથે વેરા બિલમાં પણ માફીની માંગ કરી રહેલ મહિલાઓની વાત GEBના અધિકારીઓ ન સાંભળતા મહિલાઓએ રસ્તા પર ઉતારી દેખાવો કર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાની જાણકારી સચિન GIDC પોલીસને મળતા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને મહિલાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મહિલાઓને સમજાવવામાં સફળ રહ્યા હતા. જોકે આ મામલે આગામી દિવસમાં આ મહિલાઓ દ્વારા આંદોલન પણ કરવાની ચીમકી આપવામાં આવી છે.
Published by:News18 Gujarati
First published:June 03, 2020, 21:53 pm

ટૉપ ન્યૂઝ