Home /News /gujarat /સુરત : 10 હજારની લાંચ લેતા મહિલા PSI ઝડપાયા, આવી રીતે આવ્યા એસીબીના છટકામાં
સુરત : 10 હજારની લાંચ લેતા મહિલા PSI ઝડપાયા, આવી રીતે આવ્યા એસીબીના છટકામાં
પોલીસે આરોપીઓએ સ્વિકારેલી રૂપિયા 10 હજારની ચલણી નોટો સહિતનો મુદામાલ કબજે કર્યો છે અને બન્ને આરોપીની અટકાયત કરી છે
Surat news - પોતાના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા આવેલી મહિલા પાસેથી મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ કમળાબેન રણજીતભાઇ ગામીત અને એડવોકેટ પંકજ રમેશ માકોડેએ ગુનો દાખલ કરવા માટે રૂપિયા દસ હજારની લાંચ માંગી હતી
સુરત : વલસાડ અને ડાંગના એન્ટી કરપ્શન બ્યુરોના (Anti Corruption Bureau)અધિકારીઓએ સુરત મહિલા પોલીસ સ્ટેશનના (Surat Womens Police Station)મહિલા પીએસઆઇ (PSI)અને તેના મળતિયા વકીલને રૂપિયા દસ હજારની લાંચ (Bribe)લેતા ઝડપી પાડ્યા હતા. આ બન્નેની અટકાયત કરીને એસીબી (ACB)દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા આવેલી મહિલા પાસેથી મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ કમળાબેન રણજીતભાઇ ગામીત અને એડવોકેટ પંકજ રમેશ માકોડેએ ગુનો દાખલ કરવા માટે રૂપિયા દસ હજારની લાંચ માંગી હતી. મહિલા લાંચ આપવા માંગતી ન હોવાથી તેમણે એસીબીમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેથી વલસાડના એસીબી પીઆઇ ડી એમ વસાવા અને કે.આર. સક્સેના સહિતના એસીબીના સ્ટાફે સુરત મહિલા પોલીસ સ્ટેશનની બહાર છટકુ ગોઠવ્યું હતું. તેમજ ફરિયાદી મહિલા પાસેથી એડવોકેટ પંકજ રમેશ માકોડે રૂપિયા 10 હજારની લાંચ સ્વિકારી હતી.
આ સમયે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને એડવોકેટ પંકજ માકોડે અને મહિલા પીએસઆઇ કમળાબેન રણજીત ગામીતને રૂપિયા 10 હજારની લાંચ લેવાના કેસમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓએ સ્વિકારેલી રૂપિયા 10 હજારની ચલણી નોટો સહિતનો મુદામાલ કબજે કર્યો છે અને બન્ને આરોપીની અટકાયત કરી છે. આ ઘટના સમયે સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ રહ્યા હતા. સુરત એસીબીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બૂટલેગરે પોલીસ સામે કરી ACBમાં ફરિયાદ, રૂ.50 હજારની લાંચ લેવા જતા પન્ટર ઝડપાયો
વલસાડના બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાની ધમકી આપીને રૂપિયા 50 હજારની લાંચ માંગવામાં આવી હતી. આ બુટલેગરે વલસાડ રૂરલ પોલીસના એએસઆઇ વિરૂધ્ધ સુરત એસીબીમાં (surat ACB) ફરિયાદ નોંધાવી હતી. અને એએસઆઇ વતી લાંચ લેવા સુરતમાં આવેલા પોલીસના પન્ટરને એસીબીની ટીમે ઝડપી લીધો હતો.
બુટલેગર ઉપર સતત દબાણ કરીને તેની પાસેથી લાંચ મેળવવા માટે પ્રયાસ કરી રહેલા એએસઆઇના ત્રાસથી કંટાળીને બુટલેગરે તેના મિત્રને જાણ કરી હતી જેથી તેના મિત્રએ એસીબીમાં ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. બુટલેગરે સુરત એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. અને એએસઆઇને લાંચની રકમ લેવા સુરત આવવા માટે જાણ કરી હતી. એએસઆઇ સતીષ સોમવંશીએ પોતાના પન્ટર રામસીંગ પાટીલને સુરતમાં લાંચના રૂપિયા લેવા માટે મોકલ્યો હતો. જ્યાં એસીબીએ ઝડપી લીધો હતો.