સુરત: શહેરમાં (Surat) અનેક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ (viral video) થતાં લોકો પણ ચકિત થઈ ગયા હતા અન્ય એક મહિલા ટુ વ્હીલર ગાડી પર આવી અને રસ્તામાં ફીટ કરવામાં આવતા પેવર બ્લોકની ચોરી કરતી હોવાનો વીડિયો જે રીતે વાયરલ (Surat viral video) થયો છે તેને લઈને અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. આ વીડિયો સુરતના ડભોલી વિસ્તારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, ત્યારે ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ચોરીની ઘટનાનો વીડિયો જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને હાલ ચર્ચાઓ શરૂ થઈ છે. અહીંયા અન્ય કોઈ નહીં પણ એક મહિલા ચોરી કરતી જોવા મળે છે. પોતાના વાહન પર આવેલી મહિલા ફીટ કરવા માટે મુકવા આવેલા પેવર બ્લોકની ચોરી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરત ડભોલી વિસ્તારમાં સમારકામ કરવા માટે મુકેલા પેવર બ્લોકની મહિલા વાહન પર આવીને ચોરી કરીને જતી રહેતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. તેને લઇને ચર્ચાઓ શરૂ થઈ છે. મહિલાની ચોરીનો આ વીડિયો અંગે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની કોમેંટ થઈ રહી છે. ત્યારે આ મહિલા દ્વારા જે પ્રકારે અન્ય કોઈ વસ્તુ નહીં પણ પેવરની ચોરી કરવામાં આવે છે તેને લઈને પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કારણ કે, રસ્તાનું ડેકોરેશન અને સમસ્યા દૂર કરવા માટે પેવર બ્લોક ફીટ કરવાની કામગીરી માટે મુકેલા મહિલા જે રીતે ચોરી જાય છે તેને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.