સુરત : બનેવીએ સાળીનો હાથ પકડીને તેની પાસે શરીર સંબંધની માંગણી કરી

સુરત : બનેવીએ સાળીનો હાથ પકડીને તેની પાસે શરીર સંબંધની માંગણી કરી
આ મામલે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી આરોપી બનેવીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે

આ બનેવી પોતાની સાળીની કોઈને કોઈ પ્રકારે છેલ્લા ચાર મહિનાથી છેડતી કરતો હતો

  • Share this:
સુરત : સુરતમાં સતત મહિલા પર અત્યાચારની ફરિયાદો સામે આવી રહી છે. સુરતના અડાજણ ખાતે રહેતી પરિણીતાને તેન સગા બનેવી દ્વારા છેડતી કરી મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ પોતાના પિયર ભાવનગર ખાતે જઈને મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ પરિણીતાની ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ માટે સુરતના અડાજણ ખાતે મોકલી આપી છે.

સુરતના અડાજણના પાલ ખાતે રહેતી પરિણીતાએ તેની મોટી બહેન અને સગાં બનેવીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. જોકે પહેલેથી જ બનેવીની આ પરિણીતા પર દાનત ખરાબ હતી.  તકનો લાભ લઇને આ બનેવી પોતાની સાળીની કોઈને કોઈ પ્રકારે છેલ્લા ચાર મહિનાથી છેડતી કરતો હતો. આ પરિણીતા એ પહેલા તો આ વાતને વધારે ધ્યાન પર લીધી ન હતી પણ એક દિવસ આ પરિણીતા એકલી હતી ત્યારે તકનો લાભ લઇને બનેવીએ આ પરિણીતાનો હાથ પકડીને તેની પાસે શરીર સંબંધની માંગણી કરી હતી. જેથી પરિણીતા પોતાના સગા બનેવી પર ઉશ્કેરાઈ ગઈ હતી. પરિણીતાએ વિરોધ કરતા સગા બનેવી મારી નાખવાની ધમકી આપી હતી અને ગમે તેવા અપશબ્દ કહ્યા હતા.આ પણ વાંચો - અમદાવાદ : પીએસઆઇ મહિલા પોલીસકર્મીને લઈ ગયો હોટલના રૂમમાં, પતિ પહોંચી જતા મામલો ગરમાયો

પરિણીતા આ મામલે પહેલા ચૂપ રહી હતી અને થોડા દિવસ પહેલા ભાવનગર પોતાના પિયર જતી રહી હતી અને પરિવારને પોતાની સાથે બનેલી ઘટના કહી હતી. પરિવારે સપોર્ટ આપતા પરિણીતાએ ભાવનગરના મહુવા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ પરિણીતાની ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ માટે સુરતના અડાજણ ખાતે મોકલી આપી હતી. આ મામલે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી આરોપી બનેવીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:March 29, 2021, 17:38 pm

ટૉપ ન્યૂઝ