સુરત : પરિણીતાને મેસેજ કરી કહ્યું- 'તું મને ગમે છે એટલે તું મારી સાથે વાત કર'

સુરત : પરિણીતાને મેસેજ કરી કહ્યું- 'તું મને ગમે છે એટલે તું મારી સાથે વાત કર'
પોલીસે ગુનો નોધી મેસેજ કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

લોકગાયિકા ઉર્વશી રાદડિયાની તસવીર મૂકેલી આઇડી પરથી મેસેજ શરૂ કર્યા, એકાઉન્ટમાં લોક સાહિત્યકાર દેવાયત ભાઈની તસવીરો પણ હતી

  • Share this:
સુરત : અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતી પરિણીતાને કોઈ અજાણ્યા વ્યક્તિએ અલગ અલગ ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બિભત્સ મેસેજ કરી ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી દેવાની તેમજ ફોટો-વીડિયો ડિલીટ કરી દેવાની ધમકી આપી હતી. જેને લઈને મહિલા એ આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગુનો નોધી મેસેજ કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાને ગત તા 16મી સપ્ટેમ્બર 2020ના રોજ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર કાજલ રબારી 777 નામના ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપરથી મેસેજ આવ્યો હતો. આ આઈડીમાં જાણીતા ગાયિકા ઉર્વશી રાદડીયાના ફોટો પ્રોફાઈલ પિક્ચરમાં મુક્યા હતા. તેમજ મલ્હાર ઠાકર અને દેવાયત ખાવડના ફોટા પોસ્ટ કર્યા હતા. મહિલા દ્વારા પતિ અને ઉર્વશી રાદડીયા એક જ પ્રોફેશનમાં હોવાથી તેઓને સારી રીતે ઓળખતી હતી. જેથી આ આઈડી ઉર્વશી બહેનનું છે તેમ માની મહિલા મેસેજના રીપ્લાય આપતા હતા. દરમિયાન આઈડી પરથી વારંવાર કીશન નામના વ્યકિત સાથે વાત કરવા માટે કહેતા હતા.આ પણ વાંચો - અમદાવાદ : બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ રેકેટ ઝડપાયું, જાણો કેટલા રૂપિયા પડાવતા હતા

મહિલાને ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર કીશન રબારી ઓફિશીયલ નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી મેસેજ આવ્યો હતો. જેમાં ઉર્વશી બહેને કહ્યું છે કે આપ વાત કરશો, જેથી હું મેસેજ કરુ છું જેથી મહિલએ મેસેજના રીપ્લાય આપ્યા હતા. ત્યારબાદ આ આઈડી પરથી મેસેજ આવેલ કે 'મને તુ ગમે છે એટલે તુ મારી સાથે વાત કર' જાકે મહિલા એ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરી દીધુ હતુ. ત્યારબાદ કિશન રબારી 7 આઈડી પરથી 25 ફેબ્રુઆરી સુધી બિભત્સ મેસેજ આવેલ હતો તેમજ આઈ.ડી હેક કરી ફોટો તેમજ વીડિયો ડિલીટ કરવા ધમકી આપી હતી. આખરે કંટાળીને મહિલા એ ઈન્સ્ટારગ્રામ એકાઉન્ટ કરનાનું બંધ કરી દીધુ હતુ.

બનાવ અંગે મહિલા દ્વારા ઈન્સ્ટાગ્રામ ઉપર કાજલ રબારી 777, કિશન રબારી ઓફિશિયલ અને કિશન રબારી 7 નામના અલગ અલગ ફેક એકાઉન્ટ બનાવી પીછો કરી બિભત્સ મેસેજ કરી ગાળો આપી, એકાઉન્ટ હેક કરી ફોટો અને વીડીયો ડીલીટ કરી દેવાની ધમકી આપનાર સામે સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી કિશન રામાભાઈ કોડીયાતરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:February 25, 2021, 18:56 pm

ટૉપ ન્યૂઝ