સુરત : કોરોનાના કેસ વધતા હોવાથી પતિએ પત્નીને નોકરીમાં રજા પાડવાનું કહ્યું, પત્નીને કર્યો આપઘાત

સુરત : કોરોનાના કેસ વધતા હોવાથી પતિએ પત્નીને નોકરીમાં રજા પાડવાનું કહ્યું, પત્નીને કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

સુરતના વરાછામાં રહેતી અને રત્ન કલાકર તરીકે કામ કરતી મહિલાને પતિ સાથે નોકરી બાબતે બોલાચાલી થઇ હતી

  • Share this:
સુરત : કોરોના મહામારી વચ્ચે સુરતમાં વધી રહેલા કેસને લઈએ પતિએ પત્નીને પોતાની નોકરી પર રજા લેવાનું કહેતા પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો હતો. આ ઝઘડાને લઈને પત્નીને લાગી આવતા ઘરમાં પડેલ એસિડ ગટગટાવીને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.

સુરતના વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મૂળ જૂનાગઢના વતની 33 વર્ષીય શીતલબેન ચિરાગભાઈ ગરાડા છેલ્લા કેટલાક સમયથી કામરેજ ખાતે આવેલ હીરા કંપનીમાં રત્નકલાકર તરીકે કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતા હતા જોકે તેમના પતિએ તેમને કોરોના વકરી રહ્યો હોવાથી નોકરીએ હાલમાં રજા મુકવા કહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.આ પણ વાંચો - અનોખુ અભિયાન : તમારો જૂનો મોબાઈલ બની શકે છે કોઈ ગરીબ બાળકના અભ્યાસનું કારણ

આ વાતનું લાગી આવતા પત્નીએ ઘરમાં કોઈ ન હતા ત્યારે આવેશમાં આવી જઈને એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા પતિ તેની પત્નીને સારવાર માટે લઇ ગયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ પરણિતા મહિલાનું કરુણ મોત થયું હતું. આ મામલે વરાછા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:July 13, 2020, 21:16 pm

ટૉપ ન્યૂઝ