Home /News /gujarat /સુરત : મહિલાએ પુલ પરથી લગાવી મોતની છલાંગ, કાદવમાં ફસાઈ જતાં જીવ બચ્યો

સુરત : મહિલાએ પુલ પરથી લગાવી મોતની છલાંગ, કાદવમાં ફસાઈ જતાં જીવ બચ્યો

સુરત : મહિલાએ પુલ પરથી લગાવી મોતની છલાંગ, કાદવમાં ફસાઈ જતાં જીવ બચ્યો

suicide In Surat : વરસાદનાં પગલે થયલા કીચડનાં કારણે મહિલા તાપી નદીના કિનારે કીચડમાં ફસાઈ ગઈ

સુરત : સુરતમાં (Surat) આપઘાત કરવાની ઘટનાઓ વધી રહી છે. મંગળવારે વધુ એક મહિલાએ આપઘાતનો પ્રયાસ (suicide In Surat) કર્યો હતો. તાપી નદી પરના મક્કાઈ પૂલ પરથી આપઘાતનો (suicide)પ્રયાસ કરનાર મહિલાને સ્થાનિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો. બચી ગયેલી મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ મહિલા લિંબાયત વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. તેના આપઘાતનું કારણ જાણી શકાયું ન હતું. જેથી પોલીસે આ મહીલાની પૂછપરછ શરુ કરી છે.

મક્કાઈ પૂલ બ્રિજ ઉપરથી કુદીને એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે વરસાદનાં પગલે થયલા કીચડનાં કારણે મહિલા તાપી નદીના કિનારે કીચડમાં ફસાઈ ગઈ હતી. બાદમાં આપઘાતનો પ્રયાસ કરનારી મહિલાને ભારે જહેમત બાદ લોકોએ બહાર કાઢી હતી. બનાવની જાણ કરાતા ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

આ પણ વાંચો - અમદાવાદ : ટેમ્પો ચાલકની પૂછપરછમાં ચોરીના 14 ગુનાનો ભેદ ઉકેલાયો, આવી રીતે કરતો ચોરી

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, મહિલા કુદી હોવાની જાણ થતા મુગલીસરાઈ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાથે જ અઠવા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે તે પહેલા બ્રિજ નીચે રહેતા રાહદારીઓએ મહિલાને કિચડમાંથી બહાર કાઢી લીધી હતી. વરસાદનાં પગલે મહિલા કીચડમાં ફસાઈ હતી. અને તપાસ દરમ્યાન મહિલા લિંબાયતના અનવર નગરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.
" isDesktop="true" id="1116170" >

મહિલાના આપઘાતની જાણ પોલીસને પણ કરાઈ હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લિંબાયત વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાના આપઘાતના પ્રયાસ પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું. જોકે, અઠવા પોલીસે મહિલાનો કબ્જો લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ પૂછપરછ શરૂ કરી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Latest suicide news, Suicide in surat, Suicide news, આત્મહત્યા, સુરત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन