સુરત : સમગ્ર દેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ મનાવ્યો હતો. ભાજપના કાર્યકર્તા હોય કે પછી તેમને પસંદ કરતા લોકો તેમનો બર્થ ડે અલગ અલગ રીતે ઉજવી રહ્યા છે. જેમાં મોદીના પ્રશંસકો પોતાની અલગ છાપ ઉભી કરવા માટે કઇક અલગ રીતે જ પીએમ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જેમાંથી એક અનોખો મોદી પ્રશંસક અને કાર્યકર્તા સુરતનો નરેશ લિંબાચિયા છે.
નરેશ લિબાંચિયાએ પોતાના લોહીથી પોતાના હાથમાં નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પીએમ નરેન્દ્ર મોદીનો પ્રશંસક સુરતમાં રહે છે. જે ભાજપનો કાર્યકર તો છે જ પરંતુ પીએમ મોદીનો ઝનુની દિવાનો પણ છે. જે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પટાવાળા તરીકે સેવા પણ આપે છે.
એક અનોખો મોદી પ્રશંસક અને કાર્યકર્તા સુરતનો નરેશ લિંબાચિયા છે
નરેશે આજે પોતાના મનપસંદ નેતા માટે અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. નરેશે પોતાના લોહીથી પોતાના હાથ પર હેપ્પી બર્થ જે નરેન્દ્ર મોદી લખ્યું હતું. તેણે એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તે પીએમ મોદીને લઇને પોતાની ભાવના પ્રગટ કરી હતી.
" isDesktop="true" id="1026142" >
સુરતના નરેશ જે હાથમાં પીએમ મોદીને લોહીંથી શુભેચ્છા આપી હતી તે હાથમાં તેને સોજો પણ ચડી ગયો હતો તેમ છતા પણ તેણે પોતાના પ્રિય નેતાને આવી રીતે શુભેચ્છા પાઠવી હતી.