Home /News /gujarat /

સુરત: પત્ની પિયર જઇને આખી રાત બોયફ્રેન્ડ સાથે કરતી હતી ચેટ, પતિએ આ રીતે ફોડ્યો ભાંડો, આપ્યા છૂટાછેડા

સુરત: પત્ની પિયર જઇને આખી રાત બોયફ્રેન્ડ સાથે કરતી હતી ચેટ, પતિએ આ રીતે ફોડ્યો ભાંડો, આપ્યા છૂટાછેડા

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Surat news: પત્ની પિયર જઇને માતાના ફોનથી આખી આખી રાત બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરતી હતી.

  સુરત : થોડા સમયથી મોબાઇલ પર થયેલી મિત્રતાને કારણે પરિવાર વિખરાયાની અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ એક લાલબત્તી સમાન ઘટના સુરતમાં (Surat) પણ બની છે. પત્નીને (Husband Wife) મોબાઇલ પર ચેટિંગનું વણગળ થયું હતું. જે બાદ પત્નીએ મોબાઇલ ન વાપરવાની બાંહેધરી પણ આપી હતી. પરંતુ તે પિયર જઇને માતાના ફોનથી આખી આખી રાત બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરતી હતી. આ વાતની જાણ થતા પતિએ તેને રંગે હાથ પકડી હતી અને તેને છૂટાછેડા આપી દીધા હતા.

  ચેટિંગના કારણે પતિને જમવાનું પણ ન મળતું

  ]આ અંગે મળતી માહિતી પ્રમાણે, એખ કપલનાં વર્ષ 2015માં લગ્ન થયા હતા. તેમનું દાંપત્ય જીવન સારી રીતે વિતી રહ્યું હતું. જે બાદ કોટ વિસ્તારનાં જ એક યુવક સાથે પત્નીની ચેટિંગ શરૂ થઇ હતી. જે બાદ થોડી મિત્રતામાં તેઓ મળતા પણ થયા હતા. આ મિત્રતાને કારણે પત્ની આખો દિવસ મોબાઇલમાં ચેટિંગમાં લાગેલી રહેતી હતી. જેના કારણે ઘરનું કોઇ કામ પુરું થતું નહીં અને જમવાનું પણ વ્યવસ્થિ મળવાનું બંધ થઇ જતા. પતિ અને પત્ની વચ્ચે ઝઘડા ચાલુ થયા હતા. જેથી પતિએ પત્નીને પિયર જવાનું કહી દીધું. સામે પત્નીએ તેની પર ભરણપોષણનો કેસ કરી દીધો. જોકે, મામલો કોર્ટમાં જતા પત્નીએ ફેબ્રુઆરીમાં પોતે મોબાઇલ નહીં વાપરે તેવું જણાવ્યું હતું.

  જોકે, પત્નીની સાસુ નજીકમાં રહેતી હતી તેથી તે થોડા થોડા સમયે પોતાની માતાના ઘરે જતી હતી. આ દરમિયાન પતિએ સાસુને અડધી રાતે ઓનલાઇન જોઇ હતી. આથી શંકા જતા જ સાસુના મોબાઇલની ચેટિંગની જાસુસી કરાવી તો પત્નીનું કારસ્તાન પકડાઇ ગયુ. જે બાદ પતિએ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

  આ પણ વાંચો- શામળાજીનાં ગામનાં એક ઘરમાં થયો 'ભેદી ધડાકો', પિતા-દીકરીનું મોત, બે સભ્યો ઇજાગ્રસ્ત

  અમદાવાદમાં તરૂણીએ સોશિયલ મડીયામાં પોતાના ન્યૂડ વીડિયો મૂક્યા હતા

  અમદાવામાં પણ મોબાઇલને કારણે તરૂણી ઊંધા રવાડે ચઢી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. કોરોના મહામારીને કારણે હાલ શાળાનું શિક્ષણ ઓનલાઇન (online Education due to corona) અને ઓફલાઇન ચાલી રહ્યું છે. ત્યારે તરૂણોનાં માતાપિતાને ખાસ ધ્યાને દોરવા જેવો કિસ્સો સામે આવ્યો હતો. શહેરમાં ઓનલાઇન અભ્યાસનાં બહાને એક સગીરાએ પોતાના પ્રાઇવેટ પાર્ટની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. તેણે પોતાની કઝિનને પણ આવું કરવા જણાવ્યું હતું. જોકે, આ અંગે તેના માતાપિતાને જાણ થઇ ત્યારે તેમને આંચકો લાગ્યો હતો. તેમને દીકરીને સમજાવી પરંતુ તે માની નહીં જેથી તેમણે મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી. જે બાદ દીકરી માની હતી અને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરીને માતાપિતાની હાજરીમાં જ ઓનલાઇન અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ગુજરાત, પતિ-પત્ની, સુરત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन