સુરત મનપાને શા માટે થઇ રહ્યું છે રોજનું 20 લાખનું નુકસાન?


Updated: May 25, 2020, 10:45 PM IST
સુરત મનપાને શા માટે થઇ રહ્યું છે રોજનું 20 લાખનું નુકસાન?
સુરત મનપાને શા માટે થઇ રહ્યું છે રોજનું 20 લાખનું નુકશાન?

કોરોના મહામારીમાં સુરત શહેર માટે અનેક ચેલેન્જ છે

  • Share this:
સુરત : કોરોના મહામારીમાં સુરત શહેર માટે અનેક ચેલેન્જ છે. કોરોનાને નિયંત્રણ કરવું , પ્રવાસી લેબર તેમજ તમામ પ્રકારની આવક બંધ થઈ હતી. છેલ્લા ઘણા સમયથી મનપાની આવકમાં સિટી બસ અને બીઆરટીએસ બસોનો સારો ફાળો રહ્યો છે. સુરત શહેરમાં ધીરેધીરે કરીને 741 જેટલી બસો કાર્યરત છે જેના થકી મનપાને રોજની 20 થી 22 લાખની આવક થતી હતી. જે બંધ થતા મનપાને મોટું નુકશાન થયું છે.

સુરત મહાનગર પાલિકા સુરતથી ઓલપાડ , સાયણ , સચિન , કડોદરા , પલસાણા અને કામરેજ સુધી શહેરની સાથે આસપાસના ગામના લોકોને પણ બીઆરટીએસ અને સિટી બસની સેવા પુરી પાડે છે. જેથી નજીવી ટિકિટમાં વિદ્યાર્થી, તેમજ નોકરીયાતને ઉતમ સગવડતા મળે છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે સુરતમાં પણ સતત કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે. જેથી 22 માર્ચથી બંધ થયેલ બીઆરટીએસ અને સિટી બસ હજુ ચાલુ થઈ નથી. સુરત શહેરમાં છેલ્લા એક વર્ષથી બીઆરટીએસ અને સિટી બસોને ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. જેથી નવા નવા વિસ્તારોનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. હવે હજીરાના છેલ્લા ગામ સુધી પણ સિટી બસનો રૂટ ફાળવવામાં આવ્યો છે. પહેલેથી જ મહાનગર પાલિકાની હદની બહાર પણ બસો મુકવામાં આવી હતી.

આ પણ વાંચો - હજ કરવા માટે બચાવ્યા હતા 7.23 લાખ રુપિયા, ગરીબોની મદદમાં વાપરી નાખ્યા

સિટી બસ અને બીઆરટીએસ બસોને મળી રહેલા સહકારને કારણે મનપાની તિજોરીમાં રોજના 20 થી 22 લાખ રૂપિયા આવતા હતા. જેનાથી મનપાને સારી એવી આવક થતી હોઇ અનેક કામો ખુબજ સરળ થઇ જતા હતા. રોજની 20 લાખથી વધુની આવકને લઇને મનપા માત્ર આ બે સેવા માંથી જ મહિને 6 કરોડ જેવી કમાણી કરતું હતું. પરંતુ બે મહિના જેવો સમય થઇ રહ્યો છે. ત્યારે મનપાએ એક મહિનાના 6 કરોડ એટલે બે મહિનાના 12 કરોડ રૂપિયાની આવક ગુમાવી છે.

મનપાના ડે કમિશ્નર કમલેશ નાયકાના જણાવ્યા પ્રમાણે હાલમાં લોકલ ટ્રાન્સપોર્ટ તમામ કામગીરી બંધ છે. માત્ર સિટી અને બીઆરટીએસ બસોથી શ્રમિક ટ્રેનમાં જતા મુસાફરોને એક જગ્યાએથી રેલ્વે સ્ટેશન સુધી લઇ જવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં પણ કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. જે તમામ ખર્ચ મહાનગર પાલિકા ભોગવે છે. આ બે સેવાઓને કારણે મનપાને કરોડો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.

મનપાના સ્થાયી સમિતિના ચેરમેન અનીલ ગોપલાણીએ જણાવ્યું હતું કે આટલા સમયથી બસો બંધ હોવાને કારણે અનેક સમસ્યાઓ છે. પરંતુ અમે તમામ મોર્ચે આ તમામ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ અને તેનાથી લોકોને રાહત થાય તે માટે પ્રયાસો પણ થઇ રહ્યા છે. હાલમાં લોકડાઉન 4માં સરકાર દ્વારા અનેક રાહતો આપવામા્ં આવી છે. કામધંધા ધીરેધીરે પાટા પર લાવવાના પ્રયાસો છે. જેથી અમે સરકારના આદેશની રાહ જોઇ રહ્યા છે જો સરકાર કહેશે તો નોન કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ગાઇડલાઇન મુજબ આ સેવા ફરી શરૂ કરવાની પુર્ણ તૈયારીઓ છે.
First published: May 25, 2020, 10:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading