સુરતમાં દુકાનો પર બોર્ડ લાગ્યા, NRCના વિરોધમાં 29 તારીખે દુકાન બંધ રાખીશું


Updated: January 27, 2020, 10:38 PM IST
સુરતમાં દુકાનો પર બોર્ડ લાગ્યા, NRCના વિરોધમાં 29 તારીખે દુકાન બંધ રાખીશું
સુરતમાં દુકાનો પર બોર્ડ લાગ્યા, NRCના વિરોધમાં 29 તારીખે દુકાન બંધ રાખીશું

સુરતના ચોકબજાર વિસ્તારની દુકાનમાં આ બેનરો જોવા મળ્યા

  • Share this:
સુરત : દેશમાં અનેક સંગઠનો દ્વાર આગામી 29મી તારીખના રોજ એનઆરસીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની આંશિક અસર સુરતમાં સોમવારે જોવા મળી હતી. સુરતના ચોકબજાર વિસ્તારમાં કેટલીક દુકાનોની બહાર બેનર લગાવામાં આવ્યા હતા કે આગામી 29 તારીખે એનઆરસીના વિરોધમાં દુકાન બંધ રાખવામાં આવશે.

બહુજન ક્રાંતિમોર્ચા દ્વારા સમગ્ર દેશમાં એનઆરસીના વિરોધમાં ભારત બંધનું એલાન આગામી 29 જાન્યુઆરીના રોજ આપવામા આવ્યું છે. જેના સમર્થનમાં કેટલાક દલિત સંગઠનો પણ છે. આગામી 29 તારીખે કોઇ મોટી રાજકીય પાર્ટી દ્વારા આવા પ્રકારનું બંધ ન આપવામાં આવ્યું હોવાને કારણે સુરત શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા યોજવામાં આવી અને બંધની જાહેરાત કરવામાં આવી. સાંજના સમયે સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં તેની અસર પણ જોવા મળી હતી.

આ પણ વાંચો - રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાના તિલક વિધિ કાર્યક્રમની શરૂઆત

ચોકબજાર પાસે આવેલી અનેક દુકાનોની બહાર સ્ટીકર મારવામાં આવ્યા હતા કે આગામી 29 જાન્યુઆરીના રોજ એનઆરસીના વિરોધમાં આ દુકાન બંધ રાખવામાં આવશે . ન્યુઝ18 ગુજરાતીની ટીમ દ્વારા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેમના દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. એક નહીં પણ અનેક દુકાનો પર બોર્ડ મારવામાં આવ્યા હતા કે એનઆરસીના વિરોધમાં અમે દુકાન બંધ રાખીશું . એક તરફ ભાજપ એનઆરસી અને સીએએ દેશહિતમાં ગણાવી રહ્યું છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના વિરોધ દેશના ખુણે ખુણે દેખાઇ રહ્યા છે. જોવાનું રહ્યું કે 29 તારીખે જે બંધનું એલાન અનઆરસીના વિરોધમાં આપવામાં આવ્યું છે તેને કેવું સમર્થન મળે છે.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर