Home /News /gujarat /

સરદાર સરોવરમાં પાણીની ધરખમ આવક, ડેમની સપાટી 126.12 મીટરે પહોંચી

સરદાર સરોવરમાં પાણીની ધરખમ આવક, ડેમની સપાટી 126.12 મીટરે પહોંચી

સરદાર સરોવરમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે.

ઉપરવાસ માંથી 117758 ક્યુસેક પાણી ની આવક કેનલ માં ગુજરાત માટે 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

    દિપક પટેલ, નર્મદા : ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં આજે સોમવારે ફરી વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી હોવાથી સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 126.12 મીટરે પહોંચી છે. આ ચોમાસામાં પહેલી વાર ડેમની સપાટી 126.12 મીટરે પહોંચી છે. જો ડેમ પર દરવાજા ન હોત તો આ સપાટી મુજબ ડેમ 4 મીટરથી ઓવરફ્લો થયો હોત.

    ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 117758 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ખેડૂતો માટે ડેમમાં 5000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1760 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. 10 કલાક માં ડેમ માં 15 સેમી નો વધારો ડેમ ના દરવાજા ન હોત તો હાલ ડેમ 4 મીટર થી ઓવરફ્લો થયો હોત.

    આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા, નવસારી શહેર પાણીમાં ગરકાવ

    આ વર્ષે મધ્યપ્રદેશમાં થયેલા શ્રીકાર વરસાદના પગલે રાજ્યના મુખ્ય બંને ડેમમાંથી સરદાર સરોવરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજકારણની વચ્ચે પણ સરદાર સરોવરમાં પાણીની આવક વધતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

    ડેમમાં ગત સપ્તાહમાં CCHPના ટર્બાઇન પણ શરૂ કરાયા હતા. જ્યારે સરદાર સરોવરમાં દરાવાજા નહોતા ત્યારે આટલા પાણીએ ડેમમાંથી 12 ફૂટ જેટલું પાણી વહી જતું હતું. આ પાણી ગુજરાતમાં આગામી ઊનાળા માટે સિંચાઈથી લઈને પીવાના પાણીની વિકરાળ સમસ્યા દૂર કરવામાં ચાવીરૂપ સાબિત થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat rain, Sardar Sarovar, Water level

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन