સરદાર સરોવરમાં પાણીની આવક વધી, ડેમની સપાટી 121.70 મીટરે પહોંચી

News18 Gujarati
Updated: July 22, 2019, 9:16 AM IST
સરદાર સરોવરમાં પાણીની આવક વધી, ડેમની સપાટી 121.70 મીટરે પહોંચી
સરદાર સરોવરમાંથી સિંચાઈ માટે 9207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાં ઉપરવાસ માંથી 32874 ક્યુસેક પાણીની આવક થઇ છે,24 કલાકમાં ડેમની સપાટીમાં 23 સેમીનો વધારો નોંધાયો છે.

  • Share this:
દિપક પટેલ, નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.70 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી 32874 ક્યુસેક પાણીની આવક થઇ છે ગઈકાલે ડેમની સપાટી 120.47 મીટર હતી. 24 કલાકમાં ડેમની સપાટીમાં 23 સેમીનો વધારો નોંધાયો છે. હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 9207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1360 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે.

એક બાજુ રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ત્યારે બીજી બાજુ સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :  રાજકોટ : વરસાદી પાણીના ધસમસતા વહેણમાં કાર વોકળામાં તણાઈ

મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કેનાલમાંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે. સતત બે વર્ષ ચોમાસુ નબળું રહ્યા બાદ આ વર્ષે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે ડેમની જળ સપાટી 121.70 મીટરને પાર કરી ગઈ છે.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ, 3 તાલુકામાં બે કલાકમાં 2.5 ઇંચ

નર્મદાના મુદ્દે કમલનાથ-રૂપાણી સરકાર આમને સામનેજ્યારે બીજી બાજુ નર્મદાના પાણીને કારણે મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર અને ગુજરાતની બીજેપી સરકાર આમને સામને આવી ગઈ છે. નર્મદાના નીરને લઈ રાજકારણ ગરમાઈ ગયું છે. બંને પક્ષ તરફથી આરોપ-પ્રતિ આરોપનો મારો શરૂ થઈ ગયો છે. મધ્ય પ્રદેશ દ્વારા નર્મદાનું પાણી અટકાવવાના નિવેદન પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિઘ્ન સંતોષી કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે. ગુજરાત મધ્ય પ્રદેશની સરકારને માફ નહીં કરે. જીતુ વાઘાણીએ કહ્યું કે, જરૂરત પડશે તો, અમે મધ્ય પ્રદેશ સરકાર વિરુદ્ધ આંદોલન કરીશુ.

 
First published: July 22, 2019, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading