નગર પાલિકા અને તંત્રના સંકલનના અભાવે વાપીમાં બે દિવસ માટે પાણીકાપ

વાપી નગર પાલિકાની તસવીર

વાપીમાં આજે શુક્રવારે અને આવતી કાલે શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે. વાપીને પાણી પુરું પાડતા વાપી વિયરમાં પાણીનું સ્તર ઘટી જતાં પાણીની સમસ્યા સર્જાઇ છે.

 • Share this:
  ભરત પટેલ, વાપીઃ ઉનાળો વધારે આકરો થતો જાય છે અને તેની સામે ગુજરાતમાં ઠેરઠેર પાણીની અછતની બુમો પડી રહી છે. વડોદરામાં પાણીકાપ બાદ હવે વાપીમાં જળસંકટ તોળાઇ રહ્યું છે. વાપીમાં પણ બે દિવસ સુધી જળસંકટ મંડળાઇ રહ્યું છે.

  મળતી માહિતી પ્રમાણે વાપીમાં આજે શુક્રવારે અને આવતી કાલે શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે. વાપીને પાણી પુરું પાડતા વાપી વિયરમાં પાણીનું સ્તર ઘટી જતાં પાણીની સમસ્યા સર્જાઇ છે. વાપી નગરપાલિકા વિસ્તારમાં આજે અને કાલે પાણી પુરવઠો બંધ રહેશે. આ જળસંકટને હળવું કરવા માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી સુરં કરાઇ છે.

  મધુબન ડેમમાંથી છોડાયેલા પાણી વાપી વિયર સુધી પહોંચી તેને શુદ્ધ કરી લોકો સુધી પહોંચાડતા 24 કલાક સુધીનો સમય લાગી શકે છે. સમય મધુબન ડેમ અને વાપી નગર પાલિકાના તંત્ર વચ્ચે સંકલનના અભાવે જળશંકટ સર્જાયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, વડોદરા મનપા દ્વારા થોડા દિવસ પહેલા નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નંબર 3ને રિપેનિંગ કામ કરવાના પગલે વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં પાણીકાપ કરવામાં આવ્યો હતો.
  First published: