Home /News /gujarat /

અંકલેશ્વર GIDCની કંપનીમાં દીવાલ ઘરાશાયી થતા ચાર લોકોના મોત, ત્રણ ઇજાગ્રસ્ત

અંકલેશ્વર GIDCની કંપનીમાં દીવાલ ઘરાશાયી થતા ચાર લોકોના મોત, ત્રણ ઇજાગ્રસ્ત

પ્લાસ્ટકોન કંપની

Ankleshvar news: કંપનીમાં જૂની જર્જરિત દીવાલ ઉપર જ નવું ચણતર થઇ રહ્યું હતું. જેમાં જૂની દીવાલ નવા ચણતરનો ભાર સહન ન કરી શકતા ધરાશાયી થઇ હતી

    અંકલેશ્વર: શહેરની જીઆઇડીસીની (Ankleshwar GIDC) પ્લાસ્ટોકોન કંપનીમાં (Plastcon company) દીવાલનું (wall Collapsed) બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ દીવાલ ધરાશાયી થઇ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણ કામદારોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

    અંકલેશ્વર GIDCમાં આવેલી પ્લાસ્ટોકોન કંપની પ્લાસ્ટિકની ટાંકીઓ, પેલેટ્સ અને મોડુયલરો બનાવે છે. કંપનીમાં કન્સટ્રક્સનનું કામ ચાલી રહ્યું હતું. જે માટે કોન્ટ્રાકટના માણસો દ્વારા દીવાલ બનાવવામાં આવી રહી હતી. કોન્ટ્રકટર અને અન્ય કામદારો 6 ફૂટની દીવાલ ઉપર ઇંટો મૂકી ચણતર કરી રહ્યા હતા. આ દરમિયાન દીવાલ તૂટી પડી હતી અને જેમા મજૂરો દટાયા હતા. જેથી તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જેના કારણે કંપનીમાં દોળધામ મચી હતી. આમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તરત જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.

    ચાર મૃતકોના નામ

    સંગીતાદેવી સુરેશ મંડલ, ઉ.વ.30, હાલ રહે સારંગપુર, મૂળ બિહાર
    ગોપાલ જેસિંગ રાજપૂત ઉ.વ.45, હાલ રહે. સારંગપુર, મૂળ બિહાર
    સંજય રણછોડ વસાવા ઉ.વ. 30 , રહે. આમોદ
    મૌલા તોહસીન અંસારી ઉ.વ. 42

    આ પણ વાંચો - સુરતમાં ટેન્કર લીક થતાં ઝેરી કેમિકલ પ્રસર્યો, 6 લોકોના મોત, 20થી વધુ અસરગ્રસ્ત

    આ અંગે પ્રાંત અધિકારી, રમેશ ભાગોરાના જણાવ્યા પ્રમાણે, પ્લાસ્ટકોન કંપનીમાં દીવાલ ચણતાં તે દીવાલ પડી હતી. જેના કારણે ચાર લોકોના જીવ ગયા છે. જ્યારે ત્રણ જેટલા લોકોને નાનીમોટી ઇજા તથા ફ્રેક્ચર થયા છે. જેમની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.



    નોંધનીય છે કે, કંપનીમાં જૂની જર્જરિત દીવાલ ઉપર જ નવું ચણતર થઇ રહ્યું હતું. જેમાં જૂની દીવાલ નવા ચણતરનો ભાર સહન ન કરી શકતા ધરાશાયી થઇ હતી. જેમાં કોન્ટ્રાક્ટર સહિત સાત લોકોના મોત નીપજ્યા હતા.

    થોડા સમય પહેલા, મહારાષ્ટ્રના ચેમ્બૂરમાં જમીન ખસી જવાથી દીવાલ ઝુપડીઓ પર પડી હોવાથી દુર્ઘટનામાં 20 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે અનેક ઘાયલ થયા હતા. મુંબઈના ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેક કલાકોના વરસાદના પહલે જન જીવન ખોવરવાયું હતુ. લોકોને એક જગ્યાએથી અન્ય જગ્યાએ જવામાં પણ તકલીફ પડી રહી હતી. આ સમયે અહીં એક મોટી દુર્ઘટના બની હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Ankleshvar, અકસ્માત, ગુજરાત, જીઆઇડીસી

    આગામી સમાચાર